Lumina
Psalms

The LORD Reigneth

Psalms 93·Gujarati Bible

1યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.

2હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે; તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!

3હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે. વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.

4તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો, અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન. ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.

5તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે, હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

Chapter Complete

You have read Psalms 93

5 verses