Lumina
Psalms

Our Eternal Dwelling Place

Psalms 90·Gujarati Bible

1હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.

2તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી.

3તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો, અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.

4કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વષોર્ વીતી ગયેલી કાલના જેવાં છે! અને રાતના એક પહોર જેવાં છે!

5તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.

Psalms 90 illustration - Psalms Chapter 90

6તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.

7કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

8તમે અમારાં બધાં પાપો, અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો અને તે બધાં તમે જોઇ શકો છો.

9તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે વષોર્ પૂરાં કરીએ છીએ.

10અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.

Psalms 90 illustration - Psalms Chapter 90

11તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?

12અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.

13હે યહોવા, અમારી પાસે પાછા આવો; પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.

14પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.

15અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વષોર્ આપો.

Psalms 90 illustration - Psalms Chapter 90

16તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.

17અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો .

Chapter Complete

You have read Psalms 90

17 verses