Lumina
Psalms

Praise for Victory

Psalms 9·Gujarati Bible

1હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ; અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.

2હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ. સૌથી ઉંચા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.

3જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

4અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.

5હે યહોવા, તમે વિદેશી રાષ્ટોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.

Psalms 9 illustration - Psalms Chapter 9

6હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે. અને સદાકાળ માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.

7પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.

8તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.

9યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

10જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

Psalms 9 illustration - Psalms Chapter 9

11યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ; ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.

12કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

13“હે યહોવા, તમે મારા પર દયા કરો, મને મોતના મુખમાંથી બચાવો, મને કેવું દુ:ખ છે! તે તમે જુઓ.

14જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

15જે રાષ્ટોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડયા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.

Psalms 9 illustration - Psalms Chapter 9

16યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

17દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.

18ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ. ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

19હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો! ભલે રાષ્ટોનો ન્યાય તમારી સંમુખ થાય.

20હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

Chapter Complete

You have read Psalms 9

20 verses