Lumina
Psalms

I Will Sing of Mercies

Psalms 89·Gujarati Bible

1યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.

2મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

3યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે; અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.

4તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ; અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.”

5પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે, અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.

Psalms 89 illustration - Psalms Chapter 89

6આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે? જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?

7સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે.

8હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.

9સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.

10તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે. તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.

Psalms 89 illustration - Psalms Chapter 89

11આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.

12ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે .

13તમારો હાથ બળવાન છે, તમારા ભુજમાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊંચો છે, મહિમાવંત સાર્મથ્યમાં.

14ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે; તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.

15હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં.

Psalms 89 illustration - Psalms Chapter 89

16તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.

17તમે તેમની અદભૂત શકિત છો. અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.

18હા, યહોવા અમારી ઢાલ છે, અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.

19તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.

20મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.

Psalms 89 illustration - Psalms Chapter 89

21મારો હાથ તેને ટકાવી રાખશે; અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.

22તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે. અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.

23તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ; અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.

24પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે; ને હું નિરંતર પ્રેમ રાખીશ; મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.

25હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ; અને નદીઓ પર તેનો જમણો હાથ.

Psalms 89 illustration - Psalms Chapter 89

26તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.

27હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ; અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.

28મારી કૃપા તેના પર સદા રહેશે, અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!”

29હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ. સ્વર્ગના અવિનાશી દિવસો જેમ, તેના શાસનનો અંત આવશે નહિ.

30જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે.

Psalms 89 illustration - Psalms Chapter 89

31જો તેઓ મારા વિધિઓને તોડશે, અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,

32તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ, અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.

33પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ, અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.

34ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.

35મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ .

Psalms 89 illustration - Psalms Chapter 89

36તેમનાં સંતાન સર્વકાળ ટકશે, અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.

37તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે, તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.

39તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.

40તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.

Psalms 89 illustration - Psalms Chapter 89

41માગેર્ જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે, અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.

42તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે. અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.

43તમે તેમની તરવાર નીચી પાડી છે, અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.

44તેના ગૌરવનો તમે અંત આણ્યો છે અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.

45તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે અને તમે તેને શરમાવ્યો છેે.

Psalms 89 illustration - Psalms Chapter 89

46હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ? શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?

47હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો; શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?

48છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?

49હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે? જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.

50હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.

Psalms 89 illustration - Psalms Chapter 89

51હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ, અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52યહોવાની સદાય સ્તુતિ કરો. આમીન તથા આમીન!

Chapter Complete

You have read Psalms 89

52 verses