Lumina
Psalms

Foundations in the Holy Mountains

Psalms 87·Gujarati Bible

1તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.

2યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.

3હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

4જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.

5વળી સિયોન વિષે કહેવાશે કે: “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.” દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.

Psalms 87 illustration - Psalms Chapter 87

6યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

7વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”

Chapter Complete

You have read Psalms 87

7 verses