1દેવની સભામાં ઇશ્વર ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
2દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
3“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
4અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
5તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”

6મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
7તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની મ પડશો.”
8હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
You have read Psalms 82
8 verses