Lumina
Psalms

The Glory of God in Man

Psalms 8·Gujarati Bible

1હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે. અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

2નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે. તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.

3હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું. અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું, ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.

4પછી મને આશ્ચર્ય થાય છે, કે માનવજાત શું છે, જેનું તમે સ્મરણ કરો છો? માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

5કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે, અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.

Psalms 8 illustration - Psalms Chapter 8

6તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.

7એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.

8વળી આકાશનાં પક્ષીઓ, સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.

9હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

Chapter Complete

You have read Psalms 8

9 verses