Lumina
Psalms

God of Salem

Psalms 76·Gujarati Bible

1યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે, ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.

2તેમનો મંડપ યરૂશાલેમમાં છે, અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.

3ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.

4દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.

5જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે, ને ચિર નિંદ્રાવશ થયા છે; અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.

Psalms 76 illustration - Psalms Chapter 76

6હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.

7દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

8તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.

9હે દેવ, તમે ન્યાય કરવા માટે તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.

10તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

Psalms 76 illustration - Psalms Chapter 76

11જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે તે તમે પૂર્ણ કરો. ભયાવહ દેવ સમક્ષ તમે સૌ, તમારા દાન લાવો.

12પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

Chapter Complete

You have read Psalms 76

12 verses