Lumina
Psalms

Why Hast Thou Cast Us Off?

Psalms 74·Gujarati Bible

1હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?

2હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા. તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા. સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.

3દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો. તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!

4તમે જ્યાં અમારી મુલાકાત લો છો, તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.

5તેઓ જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા છે.

Psalms 74 illustration - Psalms Chapter 74

6તેઓ તેનું તમામ નકશીદાર કામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.

7તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે. તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.

8તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.” તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.

9અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?

10હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?

Psalms 74 illustration - Psalms Chapter 74

11શા માટે તમે વિલંબ કરો છો? શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો? હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.

12પુરાતન કાળથી, દેવ મારા રાજા છે. તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.

13તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.

14પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.

15તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી; નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો .

Psalms 74 illustration - Psalms Chapter 74

16દિવસ અને રાત બંને તમારા છે, અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.

17પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે; ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.

18હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.

19હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.

20હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો, આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.

Psalms 74 illustration - Psalms Chapter 74

21હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો. દરિદ્રીઓ અને લાચારોને તમારું સ્તવન કરવાને કારણ આપો.

22હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો! મૂખોર્ આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.

23જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ અને બરાડાઓને તમે ના વિસરશો.

Chapter Complete

You have read Psalms 74

23 verses