Lumina
Psalms

Cause His Face to Shine

Psalms 67·Gujarati Bible

1હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો; ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

2જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માગોર્ વિષે ભલે શીખે. ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.

3હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.

4પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.

5હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે; હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.

Psalms 67 illustration - Psalms Chapter 67

6પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે. હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.

7દેવ આપણને આશીર્વાદ આપશે, પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

Chapter Complete

You have read Psalms 67

7 verses