Lumina
Psalms

Plea for Mercy in Distress

Psalms 6·Gujarati Bible

1હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ, અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.

2હે યહોવા, મારા પર દયા કરો, કારણ, હું માંદો અને દુર્બળ છું. હે યહોવા, મને સાજો કરો, કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.

3હું ઘણો ભયભીત છું; મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે. હે યહોવા, મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો?

4હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો. કૃપા કરી દયા દાખવી મને મરણથી બચાવો.

5મૃત લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

Psalms 6 illustration - Psalms Chapter 6

6આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું, રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.

7મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.

8ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

9યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.

10મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે. ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.

Chapter Complete

You have read Psalms 6

10 verses