Lumina
Psalms

Deliver Me from Mine Enemies

Psalms 59·Gujarati Bible

1હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.

2દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો; અને ખૂની માણસોથી તમે મને બચાવો.

3ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે! હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે, કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.

4જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.

5હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ; આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો; તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.

Psalms 59 illustration - Psalms Chapter 59

6તેઓ સંધ્યાકાળે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; નગરની આસપાસ ફેરા ખાય છે.

7તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે. તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે. તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

8હે યહોવા, તમે તેઓને હસી કાઢો; અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.

9હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ; તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.

10યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે. તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.

Psalms 59 illustration - Psalms Chapter 59

11દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો, કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.

12તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે, તેઓના જ હોઠે અસત્ય બોલે છે, પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.

13તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો; જેથી સંપૂર્ણ વિનાશ થાય; પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે, અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.

14સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે, અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.

15તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે, તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.

Psalms 59 illustration - Psalms Chapter 59

16પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ, સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ, કારણ તમે મારા મજબૂત ગઢ છો; અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.

17હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું; કારણ તમે મારા મજબૂત ગઢ છો, દેવ, તમે મને પ્રેમ કરનારા છો.

Chapter Complete

You have read Psalms 59

17 verses