Lumina
Psalms

God the Judge

Psalms 50·Gujarati Bible

1યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.

2સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.

3આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.

4તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે. જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.

5જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે, એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.

Psalms 50 illustration - Psalms Chapter 50

6દેવ પોતે જ ન્યાયાધીશ છે. તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

7હે મારા લોકો, હું કહું તે સાંભળો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.

8મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે. તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.

9હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.

10કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.

Psalms 50 illustration - Psalms Chapter 50

11હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.

12જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ, કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારુંં જ છે.

13શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”

14તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.

15“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

Psalms 50 illustration - Psalms Chapter 50

16પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે, “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?

17મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.

18જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો, અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.

19તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે. અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.

20તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે, તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.

Psalms 50 illustration - Psalms Chapter 50

21તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો !

22તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરૂં તે પહેલા તમારે આ સમજવાનુ છે કે તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.

23જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારંુ તારણ બતાવીશ.”

Chapter Complete

You have read Psalms 50

23 verses