Lumina
Psalms

Beautiful Mount Zion

Psalms 48·Gujarati Bible

1યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.

2કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર; આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર, સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય, આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!

3તે નગરના મહેલોમાં દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.

4પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા, અને એકત્ર થઇ સૌ નગર પર કૂચ કરીને ગયા.

5જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા, ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.

Psalms 48 illustration - Psalms Chapter 48

6તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.

7દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.

8આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે. આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં, હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.

9હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.

10હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે, પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.

Psalms 48 illustration - Psalms Chapter 48

11તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે અને યહૂદિયાનાં નગરો હરખાશે.

12સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; અને તેના બુરજોની ગણતરી કરો.

13તેનો કોટ ધ્યાનથી જુઓ, તેના મહેલોની મુલાકાત લો; જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.

14કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે જે આપણને સદાય દોરી જશે.

Chapter Complete

You have read Psalms 48

14 verses