Lumina
Psalms

Make Me to Know Mine End

Psalms 39·Gujarati Bible

1મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ; મારી જીભે હું પાપ કરીશ નહિ. જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે હું મારા મોઢા પર લગામ રાખીશ.”

2સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ, છાનોમાનો મૂંગો ઊભો રહ્યો; ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.

3મારા હૃદયમાં આગ ભભૂકતી હતી, અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો; અને અંતે હું મારી જીભે બોલ્યો કે,

4હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે? મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.

5તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે! મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી. પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.

Psalms 39 illustration - Psalms Chapter 39

6મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે, તે જે કરે છે તે મૂલ્યહીન છે. તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?

7હે પ્રભુ, મારે શું આશા હોય? તમે જ મારી આશા છો.

8હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો, દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.

9હે યહોવા, હું મૂગો રહ્યો છું, હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ; કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.

10હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.

Psalms 39 illustration - Psalms Chapter 39

11યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો. જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે. હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે. જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.

12હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો. મારા આંસુઓની અવગણના ન કરશો, આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું, મારા પિતૃઓની જેમ હું અહી એક કામચલાઉ વતની છું.

13મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો; જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.

Chapter Complete

You have read Psalms 39

13 verses