Lumina
Psalms

Into Thy Hand

Psalms 31·Gujarati Bible

1હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો. મારી સાથે હમેંશા સારા રહેજો અને મને કૃપા આપતા રહેજો.

2હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો.

3દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારા નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો. અને તે પર ચલાવો.

4મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો. કારણ તમે મારો આશ્રય છો.

5હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે સત્યના દેવ યહોવા, તમે મારો ઉદ્ધાર કર્યો છે.

Psalms 31 illustration - Psalms Chapter 31

6જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું;

7યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ તમે મારું સઘળું દુ:ખ જોયું છે, મારા આત્માની વ્યથા નિહાળી છે.

8તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.

9હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું, મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ, મારો પ્રાણ ક્ષીણ થાય છે.

10મારા જીવનનો અંત આવે છે. ઉદાસીમાં મારા વષોર્ નિસાસામાં પસાર થાય છે. મારા પાપોએ મારી શકિત હણી લીધી છે અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.

Psalms 31 illustration - Psalms Chapter 31

11મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સબંધીઓને મારો ભય લાગે છે; તેથી તેઓ મને અવગણે છે. જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.

12મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું; હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.

13મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે. તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.

14પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”

15મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે. મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.

Psalms 31 illustration - Psalms Chapter 31

16તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો. અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.

17હે યહોવા, હું નિરાશ થઇશ નહિં; કારણકે મેં તમને પ્રાર્થના કરી છે. દુષ્ટજનોને લજ્જિત કરી અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.

18જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.

19જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે, તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે. અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.

20તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો, અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.

Psalms 31 illustration - Psalms Chapter 31

21યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.

22અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.

23હે યહોવાના સર્વ ભકતો, તમે તેમનાં પર પ્રેમ રાખો; વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે, અને અભિમાનીને શિક્ષા કરે છે.

24તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે. ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!

Chapter Complete

You have read Psalms 31

24 verses