Lumina
Psalms

The Voice of the LORD

Psalms 29·Gujarati Bible

1હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.

2યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો. યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો પહેરીને આવો અને તેમની ઉપાસના કરો, આવો અને તેમનું ભજન કરો.

3યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે; ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.

4યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે, યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.

5યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે. લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.

Psalms 29 illustration - Psalms Chapter 29

6યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે. તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.

7યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.

8યહોવાના સાદના પડઘા રણને, અને કાદેશના રણને ધ્રુજાવે છે.

9યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે. ‘યહોવાનો મહિમા થાય.’

10યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા; અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.

Psalms 29 illustration - Psalms Chapter 29

11યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે, અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

Chapter Complete

You have read Psalms 29

11 verses