Lumina
Psalms

Show Me Thy Ways

Psalms 25·Gujarati Bible

1હે યહોવા, મારી જાતને તને સોપું છું.

2હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.

3જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ. પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે. તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.

4હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.

5મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ, તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો. હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.

Psalms 25 illustration - Psalms Chapter 25

6હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.

7મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારા શુભ નામને માટે, તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.

8યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માગેર્ દોરે છે, અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.

9તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માગેર્ જીવવાનું શીખવે છે.

10જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

Psalms 25 illustration - Psalms Chapter 25

11હે યહોવા, મારા પાપ તો ઘણાં છે, તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.

12યહોવાથી ડરે એવા માણસો કયાં છે? શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.

13તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે; તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.

14જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે. તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.

15મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.

Psalms 25 illustration - Psalms Chapter 25

16હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો. હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.

17મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે. હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.

18મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો, અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.

19મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.

20મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો. મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.

Psalms 25 illustration - Psalms Chapter 25

21મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો. કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.

22હે યહોવા, હવે તમે ઇસ્રાએલને સર્વ સંકટોમાંથી છોડાવો.

Chapter Complete

You have read Psalms 25

22 verses