Lumina
Psalms

My God, Why Hast Thou Forsaken Me?

Psalms 22·Gujarati Bible

1હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?

2હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

3દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.

4અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો. અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.

5જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.

Psalms 22 illustration - Psalms Chapter 22

6હું માણસ નથી પણ માત્ર કીડો છુ. સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે. અને મને તુચ્છ ગણે છે.

7જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.

8તેઓ મારી મશ્કરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે.”

9હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી. તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.

10હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું. મારા બાળપણથી જ તમે મારા દેવ છો.

Psalms 22 illustration - Psalms Chapter 22

11તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે. અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.

12ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે. બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.

13જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે, તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.

14જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.

15મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડંા જેવુ સુકંુ થઇ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે; અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.

Psalms 22 illustration - Psalms Chapter 22

16કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

17હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે! તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!

18તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.

19હે યહોવા, મારાથી દૂર ન જશો . હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.

20મને આ તરવારથી બચાવો, મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.

Psalms 22 illustration - Psalms Chapter 22

21મને સિંહોના જડબામાંથી બચાવો. તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.

22હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ. હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.”

23હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ. તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો. હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.

24તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.

25હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.

Psalms 22 illustration - Psalms Chapter 22

26દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે, તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.

27ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે. ભલે રાષ્ટોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.

28કારણ, યહોવા રાજા છે, અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.

29બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે - હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.

30યહોવાનાં અદ્ભુત કમોર્ વિષે આવતી પેઢી પણ સાંભળશે, અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.

Psalms 22 illustration - Psalms Chapter 22

31આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

Chapter Complete

You have read Psalms 22

31 verses