Lumina
Psalms

Song of Deliverance

Psalms 18·Gujarati Bible

1“હે યહોવા, મારા સાર્મથ્ય, હું તમને ચાહું છું.”

2યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે. દેવ મારો ખડક છે. તે મારું આશ્રયસ્થાન છે. તે મારી ઢાલ છે. તેની શકિત મારું રક્ષણ કરે છે. પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે.

3યહોવા સ્તુતિપાત્ર છે, હું તેમને વિનંતી કરીશ અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.

4મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે, અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.

5શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે. મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.

Psalms 18 illustration - Psalms Chapter 18

6મને મારા સંકટમાં સહાય કરવાં મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી, તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો, અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.

7ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા, અને હલવા લાગ્યા. પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.

8તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.

9તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા વાદળા સાથે નીચે ઉતર્યા.

10તેકરૂબ પર ચડીને ઊડતા હતાં. અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.

Psalms 18 illustration - Psalms Chapter 18

11તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે. અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે.

12એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી. પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યા.

13યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત્પર દેવે મોટો અવાજ કાઢયો. એના પરિણામે ત્યાં કરાઁ પડ્યા અને વીજળીના ચમકારા થયા.

14તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર છોડ્યા અને તેમને મુંજવીને વિખેરી નાખ્યાં.

15પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ, સમુદ્રનાં તળિયાં દેખાયાઁ. તમારાં નસકોરાઁના શ્વાસથી ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.

Psalms 18 illustration - Psalms Chapter 18

16તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.

17તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.

18મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો.

19તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં. અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.

20મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે, મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.

Psalms 18 illustration - Psalms Chapter 18

21કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે, અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.

22હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું. મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.

23હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.

24યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.

25હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો. જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.

Psalms 18 illustration - Psalms Chapter 18

26જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો. પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.

27તમે ગરીબ લોકોને બચાવો છો, અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.

28યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો! મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.

29તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું. અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.

30દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.

Psalms 18 illustration - Psalms Chapter 18

31કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે? તેનંા વિના ખડક સમાન બીજું કોણ છે?

32તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.

33તે મારા પગોને હરણીના જેવું દોડવાં જેવા બનાવે છે અને ઉંચાઇઓ પર મને સ્થિર રાખે છે.

34મારા હાથોને તેઓ લડતાં શીખવે છે. પિત્તળનું ધનુષ્ય ખેંચવાની શકિત તેઓ મને આપે છે.

35તમે તમારા તારણની ઢાલ મને છે, તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે, અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે.

Psalms 18 illustration - Psalms Chapter 18

36તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે, જેથી મારા પગ કદી લપસ્યાં નથી.

37હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.

38હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે. તેઓ મારા પગે પડશે.

39કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે. મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે.

40શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી. તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.

Psalms 18 illustration - Psalms Chapter 18

41તેઓએ ઘણી બૂમો પાડી છતાં તેઓને બચાવનાર કોઇ નહોતું. હા, તેઓએ યહોવાને વિનંતી કરી, પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ.

42પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં છે અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી નાખ્યાં છે.

43તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. મને બીજા રાષ્ટોનો રાજા બનાવો. જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.

44મારે શરણે પરદેશીઓ આવ્યાં છે. અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.

45પરદેશીઓ હિંમત ગુમાવી બેઠંા છે, અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.

Psalms 18 illustration - Psalms Chapter 18

46યહોવા જીવતા જાગતા દેવ છે. મારા રક્ષકને ધન્ય હો; મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.

47યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે અને રાષ્ટોને મારા તાબામાં મૂકે છે.

48તે મારા શત્રુઓથી મને છોડાવે છે. અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે. મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.

49માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ, અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ.

50યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે, યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે. યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.

Chapter Complete

You have read Psalms 18

50 verses