Lumina
Psalms

Prayer for Protection

Psalms 17·Gujarati Bible

1હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની મારી પ્રાર્થના પર ધ્યાન આપો; કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ, જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.

2હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે, તમે સત્યને જોઇ શકો છો.

3તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે. તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે અને મારો કોઇ દોષ કાઢયો નથી. હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.

4મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું. ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.

5મારા પગલાં તમારા માગોર્માં સ્થિર રહ્યાં છે, અને મારો પગ કદી લપસ્યો નથી.

Psalms 17 illustration - Psalms Chapter 17

6હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો અને તેનો જવાબ આપો.

7ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે; તેઓને તમે તમારા જમણાં હાથે તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.

8તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.

9મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો, મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.

10તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે, તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.

Psalms 17 illustration - Psalms Chapter 17

11તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.

12તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

13હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ, તેઓને પાડી નાખી પરાજીત કરી દો અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.

14હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી, આ સજીવોની દુનિયામાંથી દૂર કરો. પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે, હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.

15પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

Chapter Complete

You have read Psalms 17

15 verses