Lumina
Psalms

Sing Unto the LORD a New Song

Psalms 149·Gujarati Bible

1યહોવાની સ્તુતિ કરો; તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો.

2ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.

3તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.

4કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.

5તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.

Psalms 149 illustration - Psalms Chapter 149

6તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.

7તેઓ બીજા રાષ્ટોને સજા કરે અને તેમને પાઠ ભણાવે.

8તેઓના રાજાઓને અને આગેવાનોને; લોખંડની સાંકળોથી બાંધે.

9અને તેઓને દેવના ચુકાદો મુજબ તેઓ સજા કરે! યહોવા તેમના બધાં સંતોનો આદર છે. યહોવાની સ્તુતિ કરો.

Chapter Complete

You have read Psalms 149

9 verses