Lumina
Psalms

His Mercy Endureth For Ever

Psalms 136·Gujarati Bible

1યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

2સર્વ દેવોના દેવની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

3પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

4દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

5જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો. કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Psalms 136 illustration - Psalms Chapter 136

6જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

7આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

8દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

9રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

10મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Psalms 136 illustration - Psalms Chapter 136

11વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

12પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

13તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

14સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

15ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Psalms 136 illustration - Psalms Chapter 136

16રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

17જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો. .તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

18જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

19અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

20બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.

Psalms 136 illustration - Psalms Chapter 136

21જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

22જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

23જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

24અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

25દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Psalms 136 illustration - Psalms Chapter 136

26આકાશોના દેવની આભારસ્તુતિ કરો. કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Chapter Complete

You have read Psalms 136

26 verses