Lumina
Psalms

Remember David

Psalms 132·Gujarati Bible

1હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.

2યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી; હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.

3“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું; અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;

4ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ; ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.

5વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

Psalms 132 illustration - Psalms Chapter 132

6દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું, અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.

7પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ; ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.

8હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવો.

9તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; અને તારા ભકતો હર્ષનાદ કરો.

10તમારા સેવક દાઉદને માટે દેવ, તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.

Psalms 132 illustration - Psalms Chapter 132

11“હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.

12જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે; તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

13હે યહોવા, તમે સિયોનને તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.

14તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે. હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.

15હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ. અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.

Psalms 132 illustration - Psalms Chapter 132

16હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ; મારા પરમ ભકતો આનંદથી ગાશે.

17દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે. “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”

18તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ; પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.

Chapter Complete

You have read Psalms 132

18 verses