Lumina
Psalms

Unto Thee Lift I Up Mine Eyes

Psalms 123·Gujarati Bible

1હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; હું તારા ભણી આંખ ઊંચી કરું છું.

2જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે; તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.

3અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો; ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.

4પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

Chapter Complete

You have read Psalms 123

4 verses