1હે યહોવા, રક્ષા કરો; દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
2લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે. લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
3પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
4તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું; હોઠ અમારા પોતાના છે, અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”
5યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

6યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.
7હે યહોવા, તેઓને સંભાળજો; આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
8દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે. અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.
You have read Psalms 12
8 verses