Lumina
Psalms

Give Thanks Unto the LORD

Psalms 107·Gujarati Bible

1યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.

2જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ, કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.

3પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

4કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.

5તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં, અને નબળા પડી રહ્યાં હતાં.

Psalms 107 illustration - Psalms Chapter 107

6ખમાંથી છોડાવ્યાં.

7યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.

8દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!

9કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

10કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.

Psalms 107 illustration - Psalms Chapter 107

11કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.

12તેઓ તેમની મુશ્કેલીઓથી નરમ થઇ ગયાં છે. તેઓ લથડીને નીચે પડ્યાં, છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.

13ખમાંથી તાર્યા.

14તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં; અને બંધન તોડી નાખ્યાઁ.

15ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

Psalms 107 illustration - Psalms Chapter 107

16તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

17મૂર્ખ લોકો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.

18સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે; અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.

19ખમાંથી તારે છે.

20તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે, અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.

Psalms 107 illustration - Psalms Chapter 107

21ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

22તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો. યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

23જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,

24તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે; અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.

25તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે; તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.

Psalms 107 illustration - Psalms Chapter 107

26મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે; અને પાછા ઊંડાણમાં પટકાય છે; લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.

27તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે; અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

28ખમાંથી કાઢે છે.

29તેણે તોફાનને અટકાવ્યા તથા મોજાઓને શાંત કર્યા છે.

30પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.

Psalms 107 illustration - Psalms Chapter 107

31તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે; તેઓને યહોવાનો આભાર માનવા દો.

32લોકોની સભામાં યહોવાને મોટા મનાવો; અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

33તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે; અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.

34વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.

35વળી તે રણમાં સરોવર કરે અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે

Psalms 107 illustration - Psalms Chapter 107

36અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે; જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.

37તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને; તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.

38તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; અને ઢોર-ઢાંખર પણ વધે છે .

39પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.

40તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે, અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.

Psalms 107 illustration - Psalms Chapter 107

41ખોમાંથી બહાર કાઢયા અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.

42તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.

43જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

Chapter Complete

You have read Psalms 107

43 verses