Lumina
Psalms

Bless the LORD for Creation

Psalms 104·Gujarati Bible

1હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો; તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.

2તમે પ્રકાશથી વિંટળાયેલા છો, અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.

3તમારા આકાશી ઘરનો પાયો; તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે; વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;.

4તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો, અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!

5તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે, જેથી તે કદી ચલિત થાય નહિ.

Psalms 104 illustration - Psalms Chapter 104

6તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે; અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.

7તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં, તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.

8તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં; અને ખીણો ઊંડી થઇ ગઇ.

9તમે મહાસાગરોને હદ બાંધી આપી; જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.

10તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.

Psalms 104 illustration - Psalms Chapter 104

11તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે; અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.

12પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.

13તમે પર્વતો પર વરસાદ વરસાવો છો; અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.

14તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.

15દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી, આપણી ત્વચાને નરમ કરવા તેલ અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.

Psalms 104 illustration - Psalms Chapter 104

16યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો; જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.

17ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

18ઊંચા પર્વતો પર જંગલી બકરાને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

19ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું, ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.

20રાત્રિ અને અંધકાર તમે મોકલો છો; જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.

Psalms 104 illustration - Psalms Chapter 104

21પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે; તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.

22પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે; અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.

23માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે; અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.

24હે યહોવા, કેટલા છે તારા સર્જનો! તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે. તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

25જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ તથા જાનવરો તેની અંદર છે!

Psalms 104 illustration - Psalms Chapter 104

26અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે; વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.

27તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો; તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.

28તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે; તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે

29તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે, તેઓનો પ્રાણ તેઓને છોડે છે અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.

30પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

Psalms 104 illustration - Psalms Chapter 104

31યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો; અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.

32જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે; અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.

33હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ; હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.

34તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.

35પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! તમે યહોવાની સ્તુતિ કરો!

Chapter Complete

You have read Psalms 104

35 verses