Lumina
Numbers

The Second Census

Numbers 26·Gujarati Bible

1રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,

2“ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”

3તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,

4“યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:

5ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.

Numbers 26 illustration - Numbers Chapter 26

6હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.

7રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.

8પાલ્લૂના વંશજો: અલીઆબ,

9અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.

10પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.

Numbers 26 illustration - Numbers Chapter 26

11તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.

12શિમયોનના કુળસમૂહો:નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.યાખીનનું કુટુંબ,

13ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.

14શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.

15ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા.સફોનથી સફોનીઓનું કુટુંબ.હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ.શૂનીથી શૂનીઓનું કુટુંબ.

Numbers 26 illustration - Numbers Chapter 26

16ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.એરીથી એરીઓનું કુટુંબ.

17અરોદથી અરોદીઓનું કુટુંબ.આરએલીથી આરએલીઓનું કુટુંબ.

18આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી.

19યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

20યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:શેલાથી શેલાનીઓનું કુટુંબ.પેરેસથી પેરેસીઓનું કુટુંબ.ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.

Numbers 26 illustration - Numbers Chapter 26

21પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા:હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ.તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.

22આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.

23ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા:તોલાથી તોલાઈઓનું કુટુંબ.પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.

24યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.

25આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.

Numbers 26 illustration - Numbers Chapter 26

26ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:સેરેદથી સેરેદીઓનું કુટુંબ.એલોનથી એલોનીઓનું કુટુંબ.યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.

27ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.

28યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા.

29મનાશ્શાનાં વંશનાં કુટુંબો:માંખીરથી માંખીરીઓનું કુટુંબ.

30માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે:ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ.હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને

Numbers 26 illustration - Numbers Chapter 26

31આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.અને શખેમથી શખેમીઓનું કુટુંબ.

32શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.હેફેરથી હેફેરીઓનું કુટુંબ.

33હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે:માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.

34મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા:તેમની કુલ સંખ્યા 52,700 ની હતી.

35એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ.બેખેરથી બેખેરીઓનું કુટુંબ.તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

Numbers 26 illustration - Numbers Chapter 26

36શૂથેલાહના વંશજો.એરાનથી એરાનીઓનું કુટુંબ.

37એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.

38બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:બેલાથી બેલાઈઓનું કુટુંબ.આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

39શફુફામથી શુફામીઓનું કુટુંબ.હુફામથી હૂફામીઓનું કુટુંબ.

40બેલાના વંશાનાં કુટુંબો:આર્દથી આર્દીઓનું કુટુંબ.નામાંનથી નામાંનીઓનું કુટુંબ.

Numbers 26 illustration - Numbers Chapter 26

41આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.

42દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.

43શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.

44આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા.યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ.યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું.બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.

45બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.હેબેરથી હેબેરીઓનું કુટુંબ.માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.

Numbers 26 illustration - Numbers Chapter 26

46આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું.

47આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.

48નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ.ગૂનીથી ગુનીઓનું કુટુંબ.

49યેસેરથી યેસેરીઓનું કુટુંબ.શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

50નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.

Numbers 26 illustration - Numbers Chapter 26

51ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.

52પછી યહોવાએ મૂસાને કહ્યું,

53“વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.

54જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.

55પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.

Numbers 26 illustration - Numbers Chapter 26

56પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”

57લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,

58લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે:લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ.માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ.તથા કોરાહનું કુટુંબ.

59કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.

60હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા.

Numbers 26 illustration - Numbers Chapter 26

61નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.

62લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.

63મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.

64મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.

65કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.

Chapter Complete

You have read Numbers 26

65 verses