Lumina
Numbers

The First Census

Numbers 1·Gujarati Bible

1ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,

2“સમગ્ર ઇસ્રાએલી સમાંજની વસ્તી ગણતરી કરો, દરેક વ્યક્તિની તેના કુટુંબ તથા કુળસમૂહ સાથે યાદી તૈયાર કરો.

3જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.

4પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો.

5અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે:રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.

Numbers 1 illustration - Numbers Chapter 1

6શિમયોનના કુળસમૂહમાંથી શલુમીએલ જે સૂરીશાદાયનો પુત્ર છે.

7યહૂદાનાં કુળસમૂહમાંથી આમ્મીનાદાબનો પુત્ર નાહશોન.

8ઈસ્સાખારના કુળસમૂહમાંથી સૂઆરનો પુત્ર નથાનિયેલ.

9ઝબુલોનનાં કુળસમૂહમાંથી હેલોનનો પુત્ર અલીઆબ.

10યૂસફના કુટુંબોમાંથી: એફ્રાઈમના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર એલીશામાં. અને મનાશ્શાના કુળસમૂહમાંથી પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ.

Numbers 1 illustration - Numbers Chapter 1

11બિન્યામીનનાં કુળસમૂહમાંથી ગિદિયોનીનો પુત્ર અબીદાન.

12દાનનાં કુળસમૂહમાંથી આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર.

13આશેરનાં કુળસમૂહમાંથી ઓક્રાનનો પુત્ર પાગીએલ.

14ગાદનાં કુળસમૂહમાંથી દેઉએલનો પુત્ર એલ્યાસાફ.

15નફતાલીના કુળસમૂહમાંથી એનાનનો પુત્ર અહીરા.

Numbers 1 illustration - Numbers Chapter 1

16તે બધા પુરુષો તેઓના કુટુંબોના આગેવાનો હતા. લોકોએ તેઓને તેમના કુળસમૂહના આગેવાન તરીકે પસંદ કર્યા.

17મૂસાએ અને હારુને ઉપર દર્શાવેલ આગેવાન ઇસ્રાએલીઓને સાથે લીધા.

18બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી.

19યહોવાએ જે આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના રણમાં તેઓની ગણતરી કરી.

20ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની છેવટની સંખ્યા નોંધવામાં આવી.

Numbers 1 illustration - Numbers Chapter 1

21તો તેઓની સંખ્યાની ગણના રૂબેનના કુળસમૂહમાં 46,500 થઈ.

22શિમયોનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની ગણના કુટુંબવાર કરવામાં આવી.

23શિમયોનના કુળસમૂહની કુલ સંખ્યા 59,300 થઈ.

24ગાદનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી

25તો તેમની કુલ સંખ્યા 45,650 થઈ.

Numbers 1 illustration - Numbers Chapter 1

26યહૂદાનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,

27તો તેમની કુલ સંખ્યા 74,600 થઈ.

28ઈસ્સાખારનાં પુત્રોના કુળસમૂહમાં, 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

29તો તેમની કુલ સંખ્યા 54,400 થઈ.

30ઝબુલોનનાં પુત્રોના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,

Numbers 1 illustration - Numbers Chapter 1

31તો તેમની એકંદર સંખ્યા 57,400 થઈ.

32યૂસફના પુત્રોના, એટલે એફ્રાઈમના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના બધા જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,

33તો તેમની કુલ સંખ્યા 40,500 થઈ.

34મનશ્શાનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા માંટે શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી

35તો તેમની કુલ સંખ્યા 32,200 થઈ.

Numbers 1 illustration - Numbers Chapter 1

36બિન્યામીનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેમની ઉપરના બધાં જ પુરુષો જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેમની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

37તેમની કુલ સંખ્યા 35,400 થઈ.

38દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

39તો તેમની કુલ સંખ્યા 62,700 થઈ.

40આશેરનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

Numbers 1 illustration - Numbers Chapter 1

41તો તેમની કુલ સંખ્યા 41,500 થઈ.

42નફતાલીનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,

43તો તેમની કુલ સંખ્યા 53,400 થઈ.

44મૂસા અને હારુને તથા ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહના અધિપતિ તરીકે આવેલા બાર કુળસમૂહના આગેવાનોએ સાથે મળીને નોંધેલી સંખ્યા આ પ્રમાંણે હતી:

45વીસ વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા પુરુષોની તેઓના કુટુંબો અનુસાર ગણતરી કરવામાં આવી.

Numbers 1 illustration - Numbers Chapter 1

46તો તેઓની કુલ સંખ્યા 6,03,550 હતી.

47પણ બાકીના કુળસમૂહોની સાથે લેવીઓની કુટુંબવાર નોંધણી કરવામાં આવી નહોતી, કારણ,

48યહોવાએ મૂસાને કહ્યું હતું કે,

49“લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી.

50કારણ કે લેવીઓને પવિત્રમંડપની સેવાનું તથા તેને ઊંચકી લેવાનું કામ સોંપવાનું છે, તેઓએ એકલાએ જ હાજરમાં રહેવા માંટે પવિત્રમંડપની પાસે જ તેની ચારે બાજુ પોતાની છાવણી રાખવાની છે.

Numbers 1 illustration - Numbers Chapter 1

51જ્યારે એ પવિત્રમંડપે બીજે લઈ જવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે લેવીઓએ જ એ ઉઠાવવાનો એટલે કે છૂટો પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો છે. લેવી કુળસમૂહના સદસ્ય સિવાય જે કોઈ વ્યક્તિ પવિત્રમંડપની સંભાળ રાખવાનો પ્રયાસ કરે તો તેને મૃત્યુદંડની સજા કરવી.

52ઇસ્રાએલના દરેક કુળની છાવણી અલગ રાખવી, અને પોતપોતાના કુળની પોતાની ટુકડી સાથે અને ધ્વજ સાથે પડાવ નાખવો.

53પણ લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી. તેઓ પવિત્ર મુલાકાત મંડપની રક્ષા કરશે. જેથી ઇસ્રાએલી લોકોનું કશું ખોટું થશે નહિ.”

54યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો.

Chapter Complete

You have read Numbers 1

54 verses