Lumina
Nehemiah

Lists of Returned Exiles

Nehemiah 7·Gujarati Bible

1હવે દીવાલ બંધાઇ ચૂકી હતી અને તેના દરવાજાઓ જગ્યા પર ઊભા કરવામાં આવ્યાં હતા અને દ્વારપાળો, ગવૈયાઓ અને લેવીઓની નિમણૂંક કરવામાં આવી.

2ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો.

3મેં તેમને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ, અને જ્યારે હજી પહેરેગીરો ચોકી કરતા હોય ત્યારે તમારે દરવાજા બંધ રાખી અને દરવાજા પર કમાડ વાસી દેવા. યરૂશાલેમના વતની ઓમાંથી તમારે પહેરેગીરો નીમવા. કેટલાક ચોક્કસ જગ્યાએ ચોકીઓ સંભાળે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”

4શહેરનો વિસ્તાર ખૂબ મોટો હતો; પણ વસ્તી ઓછી હતી અને વધારે ઘરો બંધાયાઁ નહોતાઁ.

5મારા દેવે મને પ્રેરિત કર્યો કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને સાથે બોલાવવા અને તેમને ભેગા કરી તેમની કુટુંબવાર નોંધ કરવી. દેશવટેથી જેઓ સૌથી પહેલા આવ્યાં હતા તેઓની વંશાવળીની યાદી મને મળી, તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે,

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

6બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જેઓનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જેઓને બંદીવાન બનાવીને લઇ જવાયાં હતા, તે પ્રાંતના આ લોકો છે. તેઓ યહૂદાના પોતપોતાના નગરોમાં અને યરૂશાલેમમાં પાછા આવ્યા.

7એટલે જેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોદેર્ખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાઅનાહની સાથે આવ્યા તેઓ આ બધાં છે:ઇસ્રાએલના લોકોના પુરુષોની સંખ્યા:

8પારોશના વંશજો 2,172

9શફાટયાના વંશજો 372

10આરાહના વંશજો 652

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

11પાહાથ-મોઆબના વંશજો એટલે કે યેશૂઆ તથા યોઆબના વંશજો, 2,818

12એલામના વંશજો 1,254

13ઝાત્તૂના વંશજો 845

14ઝાક્કાયના વંશજો 760

15બિન્નૂઇના વંશજો 648

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

16બેબાયના વંશજો 628

17આઝગાદના વંશજો 2,322

18અદોનીકામના વંશજો 667

19બિગ્વાયના વંશજો 2,067

20આદીનના વંશજો 655

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

21આટેરના વંશજો એટલે હિઝિક્યા 98

22હાશુમના વંશજો 328

23બેસાયના વંશજો 324

24હારીફના વંશજો 112

25ગિબયોનના વંશજો 95

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

26બેથલેહેમના તથા નટોફાહના મનુષ્યો 188

27અનાથોથના મનુષ્યો 128

28બેથ-આઝમાવેથના મનુષ્યો 42

29કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743

30રામાના તથા ગેબાના મનુષ્યો 621

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

31મિખ્માસના મનુષ્યો 122

32બેથેલના તથા આયના મનુષ્યો 123

33નબોના બીજા નગરના મનુષ્યો 52

34એલામના બીજા શહેરના વંશજો 1,254

35હારીમના વંશજો320

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

36યરીખોના વંશજો 345

37લોદના વંશજો, હાદીદના વંશજો તથા ઓનોના વંશજો 721

38સનાઆહના વંશજો 3,930

39યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973

40ઇમ્મેરના વંશજો1052

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

41પાશહૂરના વંશજો 1,247

42હારીમના વંશજો 1,017

43લેવીઓ: યેશૂઆના અને કાદ્મીએલ અને, હોદૈયાના વંશજોમાંના 74

44ગવૈયાઓ: આસાફના વંશજો 148

45દ્વારપાળો: શાલ્લૂમના વંશજો,આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને સોબાયના વંશજો 138

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

46મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથના વંશજો:

47કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો;

48લબાનાહના વંશજો, હગાબાના વંશજો, સાલ્માયના વંશજો;

49હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગાહારના વંશજો;

50રઆયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો;

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

51ગાઝઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆહના વંશજો;

52બેસાયના વંશજો, મેઉનીમના વંશજો, નફૂશશીમના વંશજો;

53બાકબૂકના વંશજો, હાકૂફાહના વંશજો, હાર્હૂરના વંશજો;

54બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો;

55કાકોર્સના વંશજો, સીસરાના વંશજો, તેમાહના વંશજો;

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

56નસીઆહના વંશજો અને હટીફાના વંશજો.

57સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,

58યાઅલાના વંશજો; દાકોર્નના વંશજો; ગિદૃેલના વંશજોે;

59શફાટયાના વંશજો; હાટ્ટીલના વંશજો, પોખેરેથ-હાસ્સબાઇમના વંશજો અને આમોનના વંશજો;

60મંદિરના બધાં સેવકોની તથા સુલેમાનના સેવકોના વંશજો સર્વ મળીને 392 હતા.

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

61કેટલાક લોકો તેલમેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદૃોન, તથા ઇમ્મેરમાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના કુટુંબના પિતૃઓને કે તેમની વંશાવળીને સાબિત કરી શક્યા નહોતા કે તેઓ ઇસ્રાએલના છે.

62તેઓ દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો 642 હતા.

63યાજકોમાંના: હબાયાના વંશજો, હાકકોસના વંશજો અને બાઝિર્લ્લાયના વંશજોએ ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું.

64તેઓ તેઓના પરિવારના પૂર્વજોને સાબિત કરી ન શક્યા તેથી તેઓને યાજક તરીકે કાર્ય કરવા દેવામાં આવ્યુ નહિ કારણ તેઓ અયોગ્ય ગણાતા હતા.

65પ્રશાશકે તેઓને કહ્યું કે જ્યાં સુધી, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

66આખા સમૂહની કુલ સંખ્યા 42,360 હતી.

67જેમા સેવક અને સેવિકાઓની ગણત્રી કરી નહોતી જેઓ 7,337 હતાં અને 245 ગાયક અને ગાયીકાઓ હતા.

68તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચર હતાં.

69તેઓ પાસે 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.

70પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 81/2 કિલોસોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.

Nehemiah 7 illustration - Nehemiah Chapter 7

71અન્ય પિતૃઓનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે 170 કિલોસોનું તથા 2,200 માનેહચાંદી આ કામ માટે ભંડારમાં આપ્યાં.

72બાકીના લોકોએ જે આપ્યું તે 170 કિલો સોનું, 2,000 માનેહરૂપું તથા 6 યાજકવસ્ત્ર હતાં.

73હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, થોડાં લોકો, મંદિરના સેવકો, તથા સર્વ ઇસ્રાએલીઓ તેમનાં પોતપોતાનાં નગરોમાં વસ્યા.

Chapter Complete

You have read Nehemiah 7

73 verses