Lumina
Leviticus

The Consecration of Aaron

Leviticus 8·Gujarati Bible

1યહોવાએ મૂસાને કહ્યું,

2“હવે હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટાં અને બેખમીર રોટલીની ટોપલી લઈ જા.

3અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.”

4મૂસાએ યહોવાના કહેવા પ્રમાંણે કર્યું. તેથી સમગ્ર સમાંજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગો થયો.

5અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે, “યહોવાએ આ પ્રમાંણે કરવાનું કહ્યું છે.”

Leviticus 8 illustration - Leviticus Chapter 8

6ત્યારબાદ તેણે હારુનને અને તેના પુત્રોને આગળ લાવીને પાણીથી સ્નાન કરાવ્યું.

7પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો.

8પછી તેણે તેને ઉરપત્ર પહેરાવીને તેમાં ઉરીમ અને તુમ્મીમ જોડી દીધા.

9ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માંથે પાધડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુગટરૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુગટ લગાવ્યો.

10પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાંયને પવિત્ર કર્યા.

Leviticus 8 illustration - Leviticus Chapter 8

11તે વેદી પાસે આવ્યો અને તેના પર સાત વખત અભિષેકનું તેલ છાંટયું અને વેદી અને તેનાં બધાં વાસણો તથા કૂડી અને તેની ધોડી યહોવાને સમર્પણ કરી.

12ત્યારબાદ તેણે હારુનના માંથા પર અભિષેકનું તેલ રેડયું અને દીક્ષાવિધિ કર્યો.

13ત્યારબાદ યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ હારુનના પુત્રોને ઝભ્ભો પહેરાવ્યો, કમરે કમરબંધ બાંધ્યા અને માંથે પાઘડી બાંધી.

14પછી પાપાથાર્પણના બળદને આગળ લાવ્યો અને હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા.

15પછી મૂસાએ તેનો વધ કર્યો, અને તેનું થોડું લોહી લઈ તેની આંગળીથી વેદીનાં ટોચકાઓને લગાડ્યું અને આ રીતે તેને શુદ્ધ કરી, પછી બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે મૂસાએ વેદીને લોકોને શુદ્ધ કરવાના અર્પણો માંટે તૈયારી કરી.

Leviticus 8 illustration - Leviticus Chapter 8

16પછી તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કાળજા પરની ચરબી અને બંને મૂત્રપિંડ અને તે પરની ચરબી લીધી અને વેદીમાં હોમી દીધી.

17અને બળદનું ચામડું, તેનું માંસ અને છાણ, યહોવાની આજ્ઞા અનુસાર છાવણી બહાર કોઈ જગ્યા પર તેણે બાળી નાખ્યાં.

18પછી તે યહોવા સમક્ષ દહનાર્પણ માંટેનો ઘેટો લઈને આગળ આવ્યો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા,

19પછી મૂસાએ તેનો વધ કર્યો અને તેનું લોહી વેદીની ચારેબાજુએ છાંટ્યું.

20ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા.

Leviticus 8 illustration - Leviticus Chapter 8

21તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.

22એ પછી મૂસા બીજા ઘેટાને એટલે કે યાજકના દીક્ષાવિધિ માંટેના ઘેટાને આગળ લાવ્યો; હારુન અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકયા.

23મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું.

24પછી તે હારુનના પુત્રોને વેદી પાસે લાવ્યો અને તેમના જમણા કાનની બૂટે તથા તેમના જમણા હાથના અને જમણા પગના અંગૂઠાએ થોડું લોહી લગાડયું. પછી મૂસાએ વેદીને ફરતું લોહી છાંટયું.

25પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી.

Leviticus 8 illustration - Leviticus Chapter 8

26પછી આ બધા પર એક રોટલો, એક તેલ ચોપડલો રોટલો, અને બેખમીર રોટલીનો એક ટુકડો જે દરરોજ દેવની સામે મુકવામાં આવે છે તે ચરબી પર એને જમણા જાંઘ પર મૂકયો.

27અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી.

28પછી મૂસાએ તે બધું પાછું લઈને દહનાર્પણ ભેગું વેદીમાં હોમી દીધું. આ યાજકના દીક્ષાવિધિનો અર્પણ હતો અને તેની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.

29અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું.

30ત્યારબાદ મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું લોહી લઈને હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટીને યહોવાના ઉપયોગ માંટે પવિત્ર કર્યા.

Leviticus 8 illustration - Leviticus Chapter 8

31પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો.

32માંસ અને રોટલીમાંથી જે કાંઈ વધે તે બાળી મૂકજો.

33સાત દિવસ સુધી તમાંરે મુલાકતમંડપનું પ્રવેશદ્વાર છોડવું નહિ. તમાંરી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે ત્યાર પછી તે પૂર્ણ થશે.”

34તને શુદ્ધ કરવા માંટે આજે જે કરવામાં આવ્યુ છે તેનો આદેશ યહોવાએ કર્યો છે.

35તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”

Leviticus 8 illustration - Leviticus Chapter 8

36હારુન અને તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.

Chapter Complete

You have read Leviticus 8

36 verses