Lumina
Leviticus

The Sin Offering

Leviticus 4·Gujarati Bible

1તે પછી યહોવાએ મૂસાને બીજી સૂચનાઓ આપી અને તેને કહ્યું કે, “ઇસ્રાએલના લોકોને કહે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે.

2જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.

3“જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો.

4તેણે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવી તેના માંથા પર હાથ મૂકી તેને યહોવાની સમક્ષ વધેરવો.

5પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે.

Leviticus 4 illustration - Leviticus Chapter 4

6અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમપવિત્રસ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે.

7ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.

8પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી.

9બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી,

10અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી.

Leviticus 4 illustration - Leviticus Chapter 4

11પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગચામડું, માંસ, માંથું, પગ, આંતરડાં,

12અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.

13“જો સમગ્ર ઇસ્રાએલની પ્રજા અજાણતાં પાપ કરીને યહોવાની આજ્ઞાનો ભંગ કરી દોષમાં પડે તો,

14તેની જાણ થતાં જ મંડળીએ પાપાર્થાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો બળદ ચઢાવવો. બળદને મુલાકાતમંડપ આગળ લાવી,

15વડીલોએ તેના માંથા પર હાથ મૂકી યહોવા સમક્ષ તેને વધેરવો.

Leviticus 4 illustration - Leviticus Chapter 4

16ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી.

17તેમાં આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પડદા પર છાંટવું.

18ત્યારબાદ થોડું લોહી તેણે મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ વેદીના ખૂણાઓ પર રેડવું, અને બાકીનું બધું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞ વેદીનાં પાયામાં રેડી દેવું.

19ત્યારબાદ તેણે બળદની ચરબી કાઢી લઈ વેદીના લાકડાંના અગ્નિમાં બાળી મૂકવી.

20તેણે પાપાર્થાર્પણના બળદની જેમજ એ બળદનું પણ કરવું, એ રીતે યાજક લોકોને શુદ્ધ કરશે અને યહોવા તેમને માંફ કરશે.

Leviticus 4 illustration - Leviticus Chapter 4

21પછી પેલા બળદની જેમ આને પણ છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકવો, આ વખતે આ પાપાર્થાર્પણ સમગ્ર પ્રજાને માંટે છે.

22“જો કોઈ પ્રજાના આગેવાનોમાંથી અજાણતા પાપ કરે અને દેવના નિયમનું ઉલ્લંઘન કરી દોષિત ઠરે,

23ત્યારે એની જાણમાં આવતાં જ તેણે ખોડખાંપણ વગરનો નર બકરો લાવી, જ્યાં આહુતિ ચઢાવવામાં આવે છે,

24ત્યાં યહોવા સમક્ષ તેના માંથા પર હાથ મૂકી તેને વધેરવો. આ પાપાર્થાર્પણ છે.

25ત્યારબાદ યાજકે પશુનું લોહી આંગળી વડે લઈ યજ્ઞવેદીનાં ટોચકાં પર લગાડવું, અને બાકીનું લોહી યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું અને અર્પણની આહુતિની ચરબીની જેમ એની બધી જ ચરબી વેદી પર બાળી મૂકવી.

Leviticus 4 illustration - Leviticus Chapter 4

26આમ યાજક રાજાને શુદ્ધ કરશે અને યહોવા તેને માંફ કરશે.

27“જો કોઈ સામાંન્ય માંણસ અજાણતા પાપ કરે અને યહોવાની કોઈ આજ્ઞાનો ભંગ કરીને દોષમાં પડે તો,

28તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી.

29તેણે તેના માંથા પર હાથ મૂકી, જયાં યજ્ઞ ચઢાવવામાં આવે છે ત્યાં તેનો વધ કરવો.

30યાજકે તેનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનાં ખુણાઓ પર લગાડવું, અને બાકીનું બધું જ લોહી વેદીના પાયામાં રેડી દેવું.

Leviticus 4 illustration - Leviticus Chapter 4

31“શાંત્યાર્પણની વિધિની જેમ યાજકે તેની બધી ચરબી કાઢી લેવી અને વેદી પર તેનું દહન કરવું; અને યહોવા તેનો સ્વીકાર કરશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. યાજક આ રીતે તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરશે અને યહોવા તેને માંફ કરશે.

32“પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

33તેણે તેના માંથા પર હાથ મૂકી જયાં દહનાર્પણના પશુનો વધ કરવામાં આવે છે, ત્યાં પાપાર્થાર્પણ તરીકે તેનો વધ કરવો.

34પછી યાજકે પાપાર્થાર્પણનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનો ખૂણાઓ પર લગાડવું. અને બાકીનું બધું લોહી વેદીના પાયામાં રેડી દેવું.

35યાજકે શાંત્યાર્પણના પશુની જેમ તેની બધી જ ચરબી કાઢી લેવી અને યહોવાને બીજા કોઈપણ અગ્નિના અર્પણની જેમ યાજકે તેને વેદી પર હોમી દેવું. આ રીતે યાજક તે વ્યક્તિને તેના પાપમાંથી શુદ્ધ કરે છે, અને યહોવા તે વ્યક્તિને માંફ કરે છે.

Chapter Complete

You have read Leviticus 4

35 verses