Lumina
Leviticus

The Holiness of Priests

Leviticus 21·Gujarati Bible

1યહોવાએ મૂસાને કહ્યું,

2“હારુનના વંશના યાજકોને કહે કે,

3કોઈ યાજકે પોતાનાં માંતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ અથવા ઘરમાં રહેતી કુંવારી સગી બહેન જેવાં લોહીની સગાઈ સિવાયના બીજાં સગાંના મૃત્યુ વખતે શબ પાસે જઈને કે અડીને અભડાવું નહિ.

4કારણ, યાજક તેના લોકોનો આગેવાન છે તેથી તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.

5“યાજકોએ શોક પાળવા માંટે પોતાના માંથાના વાળ મૂંડાવવા નહિ, તેમજ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ પાડવો નહિ.

Leviticus 21 illustration - Leviticus Chapter 21

6તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.

7“તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે.

8તમાંરે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે મને અર્પણ ધરાવનાર તે છે. તમાંરે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ હું યહોવા પવિત્ર છું અને તમને પવિત્ર બનાવું છું.

9“જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી.

10“તેલથી અભિષેક થયેલા અને યાજકનાં વસ્ત્રો પરિધાન કરી દીક્ષિત થયેલા વડા યાજકે શોક પાળવા પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાનાં વસ્ત્રો ફાડવા નહિ.

Leviticus 21 illustration - Leviticus Chapter 21

11જે જગ્યાએ માંણસનું શબ પડયું હોય ત્યાં તેણે જવું નહિ, અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે શબ પોતાના પિતા કે માંતાનું હોય.

12તેલથી અભિષિક્ત થઈને તે મને સમર્પિત થયેલ છે, એટલે તે ફરજ પર હાજર હોય ત્યારે પવિત્રસ્થાનની બહાર જાય નહિ તેમજ ત્યાં જવા માંટે માંરા મુલાકાતમંડપને છોડી તેણે તેને ભ્રષ્ટ કરવાનો નથી, કારણ હું યહોવા છું.

13“જેનું કૌમાંર્ય કાયમ હોય તેવી સ્ત્રી સાથે જ તેને લગ્ન કરવા.

14તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું.

15નહિ તો તેનાં સંતાનો વગળવંશી થઈ જશે, તેમનું અડધું લોહી યાજકનું અને અડધું લોહી સામાંન્ય હોય તેમ બનવું જોઈએ નહિ. હું યહોવા છું. મેં મહા યાજકને પવિત્ર બનાવેલો છે.”

Leviticus 21 illustration - Leviticus Chapter 21

16યહોવાએ મૂસાને કહ્યું,

17“તું હારુનને કહે કે, તારા શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને અર્પણ ધરાવવું નહિ.

18શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ માંણસે પછી તે આંધળો હોય, કે લૂલો હોય, કોઈ અંગ અતિશય મોટું હોય કે નાનું હોય,

19અથવા ઠૂંઠો હોય કે લંગડો હોય,

20ખૂંધો હોય કે વામણો હોય, કે નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય, કે વ્યંઢળ હોય અર્પણ ધરાવવું નહિ.

Leviticus 21 illustration - Leviticus Chapter 21

21“હારુનના શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને આહુતિ ધરાવવી નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે માંરું અર્પણ ધરાવવું નહિ.

22તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.

23પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે, અને તેણે માંરી પવિત્ર જગ્યાઓને ભ્રષ્ટ કરવાની નથી; કારણ મેં યહોવાએ તેને પવિત્ર કરેલી છે.”

24મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સૌ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ્યું.

Chapter Complete

You have read Leviticus 21

24 verses