Lumina
Leviticus

The Day of Atonement

Leviticus 16·Gujarati Bible

1યહોવા સમક્ષ ધૂપ અર્પણ કરતી વખતે હારુનના બે પુત્રો અવસાન પામ્યા.

2પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને ચેતવણી આપ કે, તેણે પરમ પવિત્રસ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના ઢાંકણ સમક્ષ ઠરાવેલા સમયે જ પ્રવેશ કરવો, નહિ તો તેનું મૃત્યુ થશે. કારણ કે તે ઢાંકણના પરના ભાગમાં વાદળરૂપે હું દર્શન દઉ છું.

3“ત્યાં તેને પ્રવેશ કરવા માંટેની શરતો: તેણે પાપાર્થાર્પણ માંટે એક વાછરડો તથા દહનાર્પણ તરીકે એક ઘેટો લાવવો અને પછી જ પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો.

4તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.

5“ઇસ્રાએલી પ્રજાએ તેઓના પાપાર્થાર્પણ માંટે બે બકરા તથા દહનાર્પણ તરીકે એક ઘેટો આપવો.

Leviticus 16 illustration - Leviticus Chapter 16

6તેણે પોતાના પાપાર્થાર્પણ માંટે યહોવાની સમક્ષ વાછરડાને વધેરવું અને પોતાના અને પોતાના પરિવારના પાપની પ્રાયશ્ચિતવિધિ કરવી.

7“ત્યાર પછી તેણે પેલા બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ રજૂ કરવા.

8પછી તેણે ચિઠ્ઠી ઉપાડીને એ બકરામાંથી એક યહોવાને માંટે અને એક અઝાઝેલ માંટે નક્કી કરવો.

9“યહોવા માંટે નક્કી થયેલ બકરો તેણે પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો.

10પરંતુ તેણે અઝાઝેલ માંટે પોતે પસંદ કરેલા બીજા બકરાને લાવવો અને તેને જીવતો યહોવાની સમક્ષ મૂકવો, પછી તેની પ્રાયશ્ચિતવિધિ કરીને તેને બીજા લોકોના પાપોને ધરનાર તરીકે અઝાઝેલ પાસે અરણ્યમાં મોકલવો.

Leviticus 16 illustration - Leviticus Chapter 16

11“હારુનને પોતાના અને પોતાના પરિવારના પાપાર્થાર્પણને માંટે વાછરડો ધરાવીને પ્રાયશ્ચિત વિધિ કરવો અને તેને વધેરવો.

12પછી તેણે એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા લેવા, અને બે મૂઠી ઝીણો દળેલો ધૂપ લેવો, અને તેને પડદાની પાછળ ઓરડીમાં લઈ જવાં.

13પછી યહોવા સમક્ષ અંગારા ઉપર ધૂપ નાખવો જેથી કરાર ઉપરનું ઢાંકણ ધુમાંડાથી ઢંકાઈ જશે અને પોતે તેને જોવા નહિ પામે, અને મરી નહિ જાય.

14ત્યાર પછી તેણે વાછરડાના લોહીમાંથી થોડું લોહી ઢાંકણની પૂર્વ બાજુએ આંગળી વતી છાંટવું અને ઢાંકણની સામે તેણે આંગળી વતી સાત વાર લોહીના છાંટા નાખવા.

15“ત્યાર પછી તેણે લોકોના પાપાર્થાર્પણના બકરાનું બલિદાન કરવું અને તેનું લોહી પડદાની અંદરની બાજુ લાવવું અને વાછરડાના લોહીની જેમ મંજૂષાના ઢાંકણ ઉપર અને તેની સામે છાંટવું.

Leviticus 16 illustration - Leviticus Chapter 16

16આ રીતે તેણે ઇસ્રાએલીઓની શુદ્ધિથી તેમના અપરાધો અને તેમનાં પાપોથી પરમ પવિત્રસ્થાન ને મુકત કરવા; પ્રાયશ્ચિતવિધિ કરવી, એજ રીતે તેણે ઇસ્રાએલીઓની વસ્તીની વચમાં આવેલો હોવાને કારણે મુલાકાતમંડપને લાગેલી અશુદ્ધિઓની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવી.

17“હારુન પ્રાયશ્ચિત કરવા માંટે પરમ પવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પાછો આવે ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો. પોતાના માંટે, પોતાના પરિવારને માંટે તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિત વિધિ પતાવ્યા બાદ

18બહાર આવીને તેણે યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેનો પણ પ્રાયશ્ચિત વિધિ કરવો. તેણે વાછરડાના અને બકરાના લોહીમાંથી થોડું થોડું લઈને વેદીનાં ટોચકાંઓને લગાડવું

19એ લોહીમાંથી આંગળી વડે તેણે વેદી ઉપર સાત વખત છાંટા નાખવા, આ રીતે તેણે ઇસ્રાએલીઓની અશુદ્ધિથી મુકત કરી તેને પવિત્ર કરવી.

20“પરમ પવિત્ર સ્થાનની, મુલાકાતમંડપની અને વેદીની શુદ્ધિ પતી ગયા પછી તેણે જીવતો રહેલો બકરો લાવવો.

Leviticus 16 illustration - Leviticus Chapter 16

21અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો.

22પછી તે બકરો લોકોનાં સર્વ પાપ, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માંણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.

23“હારુનને બકરાને નિર્જન અરણ્યમાં છોડી દીધા બાદ મુલાકાતમંડપમાં પાછા આવીને પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે ધારણ કરેલાં શણનાં વસ્ત્રો કાઢી નાખવાં, અને ત્યાં જ રહેવા દેવા.

24અને એક પવિત્ર સ્થાનમાં સ્નાન કરીને પોતાનાં બીજાં વસ્ત્રો ધારણ કરીને બહાર જઈ પોતાના અને લોકોના દહનાર્પણ અર્પણ કરવા, આ રીતે તે પોતાને અને લોકોને શુદ્ધ કરશે.

25તેણે પાપાર્થાર્પણની ચરબી વેદીમાં હોમી દેવી.

Leviticus 16 illustration - Leviticus Chapter 16

26“અઝાઝેલ માંટેના બકરાને લઈ જનાર માંણસે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કરવું, ત્યાર પછી જ તે છાવણીમાં પાછો આવી શકે.

27“પછી પાપાર્થાર્પણ તરીકે ધરાવેલા વાછરડાને અને બકરાંને-જેમનું લોહી પ્રાયશ્ચિતવિધિ માંટે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું, તેમને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવાં.

28આ બધું બાળનાર માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.

29“નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.

30તે દિવસે તમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવશે; તમાંરે યહોવાની દ્રષ્ટિએ બધાં પાપોથી શુદ્ધ થવાનું છે.

Leviticus 16 illustration - Leviticus Chapter 16

31તમાંરા માંટે તે બહુ ખાસ વિશ્રામનો દિવસ છે. તમાંરે ઉપવાસ કરવાનો છે અને કંઈ કામ કરવાનું નથી. આ કાયમ માંટેનો નિયમ છે.

32“આ પ્રાયશ્ચિતવિધિ મુખ્ય યાજકે જે તેના પિતાના સ્થાને વિધિપૂર્વક દીક્ષિત કરવામાં આવ્યો હોય તેણે કરવો, તે યાજકે પવિત્ર શણના કપડા પહેરવા.

33તેણે શણનાં પવિત્ર વસ્ત્રો ધારણ કરવાં અને પરમ પવિત્રસ્થાનને માંટે, મુલાકાતમંડપને માંટે, વેદી માંટે, યાજકો માંટે, તથા લોકોના સમગ્ર સમાંજ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવો.

34આ કાયમી નિયમ છે, પ્રતિવર્ષ આ રીતે એક વખત ઇસ્રાએલીઓનાં પાપો માંટે પ્રાયશ્ચિત કરવું.”યહોવાએ મૂસાને આપેલી આ સર્વ આજ્ઞાનો હારુને અમલ કર્યો.

Chapter Complete

You have read Leviticus 16

34 verses