Lumina
Leviticus

Laws of Leprosy

Leviticus 13·Gujarati Bible

1યહોવાએ મૂસા તથા હારુનને જણાવ્યું,

2“જો કોઈ વ્યક્તિના શરીરની ચામડી પર સોજો આવે, અથવા ચાંદું કે ગૂમડું થાય, અને એ કોઢમાં પરિણમે એમ લાગતું હોય. તો તેને યાજક હારુનની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.”

3પછી યાજકે એ ચામડી પરનું ચાઠું તપાસવું. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય, અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે તો તે કોઢ છે. અને યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.

4“પરંતુ જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

5પછી સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો એ સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

6યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ન હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફકત ચાંદું જ હતું એમ માંનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે શુદ્ધ થઈ જાય.

7“પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો વ્યક્તિ એ ફરીથી તપાસ માંટે યાજક પાસે આવવું.

8યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.

9જો કોઈ વ્યક્તિને કોઢનું ચાંદું હોય અને કોઢ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. અને યાજકે તેને તપાસવો.

10જો ચામડી પર સફેદ ચાંઠું પડયું હોય, અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી કાચી લાગતી હોય.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

11તો એ કોઢની શરૂઆત થઈ ચૂકી છે. એ ર્જીણ કોઢ છે, તેથી યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. એને જુદો રાખવાની જરૂર નથી, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચુક્યો છે.

12“પણ જો યાજકને ખબર પડે કે કોઢ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર પગથી માંથા સુધી ફેલાઈ ગયો છે.

13એટલે યાજકે તેને તપાસવો, અને સમગ્ર શરીર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો, આખું શરીર સફેદ થઈ ગયું છે, તે શુદ્ધ છે.

14પણ જો માંણસ પર કાચી ચામડી હોય, તો કાચી ચામડી જ્યારથી દેખાઈ હોય, ત્યારથી અશુદ્ધ ગણવો, યાજકે કાચી ચામડી તપાસવી અને માંણસને અશુદ્ધ જાહેર કરવો.

15શરીર પરની કાચી ચામડી એ સાબિત કરે છે કે તે કોઢ છે.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

16“પરંતુ જો કાચી ચામડી રૂઝાઈ જાય અને સફેદ થઈ જાય, તો તે વ્યક્તિએ યાજક પાસે જવું.

17યાજકે ફરીથી તેને તપાસવો, અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો એ શુદ્ધ છે.

18“જો શરીરની ચામડીમાં ગૂમડું થઈને રૂજાઈ ગયું હોય.

19અને ગૂમડાની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે તો તે યાજકને બતાવી તપાસ કરાવવી.

20જો યાજકને લાગે કે રોગ ચામડીની નીચે અંદર સુધી પ્રસરી ગયો છે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે, કારણ કે ગુમડામાંથી કોઢ ફાટી નીકળ્યો છે.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

21પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી તે ચામડી કરતાં ઊડે ઊતરેલું નથી, અને ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્ય્કતિને સાત દિવસ જુદો રાખવો.

22જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, કારણકે તે કોઢ છે.

23પરંતુ જો ચાઠું એવું ન એવું રહે, પ્રસરે નહિ, તો એ ગૂમડાનું ચાઠું છે, અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.

24“જો કોઈ વ્યક્તિની ચામડી દાઝી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,

25તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ધામાંથી કોઢ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને એક અશુદ્ધ કોઢી જાહેર કરવો.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

26પરંતુ યાજક જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી, અને તે ચામડીની નીચે સૂધી પ્રસરેલ નથી અને ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માંટે જુદો રાખવો.

27સાતમે દિવસે યાજક તેને તપાસે ત્યારે જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો એ કોઢ છે.

28પરંતુ જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ધાનું ચાઠું છે માંટે યાજકે તે શુદ્ધ જાહેર કરવું કેમકે તે દાઝેલાનું ચાઠું છે.

29“જો કોઈ પુરુષ કે સ્ત્રીના માંથા પર કે દાઢી એ પર રોગ હોય

30તો યાજકે તેની તપાસ કરવી, અને જો તે ચામડી કરતાં ઊડું ખબર પડે અને વાળ પીળા અને આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો, તે ઉંદરી પ્રકારનો માંથાનો કે હડપચીનો એક કોઢ છે.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

31પરંતુ યાજક ઉંદરી તપાસે ત્યારે તે ચામડી કરતાં ઊડી ખબર ન પડે અને ત્યાંના વાળ હજી પણ કાળા હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.

32યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમજ તે ચામડી કરતાં ઊડી ખબર ના પડે,

33તો તે માંણસે ઉંદરીવાળા ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માંટે જુદો રાખવો.

34યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય, અને ચામડી કરતાં ઊડી ખબર ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.

35છતાં તે વ્યક્તિને શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય,

Leviticus 13 illustration - Leviticus Chapter 13

36તો યાજકે તેને ફરીથી તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કોઢી જાહેર કરવો.

37પણ જો ઉંદરી હતી એવી ને એવી રહે અને તેમાં કાળા વાળ ઊગવા માંડે તો તે કોઢી નથી. પણ શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.

38“જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડયાં હોય, તો યાજકે તે તપાસવાં.

39જો તે સફેદ હોય અને ઝાખાં પડતા જતા હોય તો તે કોઢ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયો થયો છે અને એ માંણસ શુદ્ધ છે.

40“જો કોઈ વ્યક્તિના માંથાના વાળ ખરી પડયા હોય અને માંથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે, કોઢી નથી.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

41જો માંથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માંથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કોઢ નથી એમ કહેવાય.

42પરંતુ માંથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કોઢની શરૂઆત થઈ છે એમ મનાય.

43યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય તો તેને કોઢ થયો છે, ને તે અશુદ્ધ છે.

44યાજકે તેને માંથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.

45“જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખરાયેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો. અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

46જયાં સુધી તે વ્યક્તિમાં રોગ રહે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાય, અને એણે છાવણીની બહાર નિવાસમાં રહેવું.

47“જો ઊનના કે શણના કપડા ઉપર,

48અથવા શણના કે ઊનના તાણા કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાધ હોય,

49તે લીલાશ પડતો કે રતાશ પડતો હોય, તો તેને તપાસ માંટે યાજક પાસે લઈ જવો.

50યાજકે સાત દિવસ સુધી ડાઘવાળી વસ્તુને તપાસીને જુદી રાખવી.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

51અને સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી અને જો ડાઘ ફેલાયેલા હોય, તો એ ભયાનક ફૂગ છે. તે અશુદ્ધ છે.

52તેણે એ ફૂગવાળી વસ્તુ બાળી નાખવી જોઈએ. કારણ એને ભયાનક ફૂગનો ચેપ લાગ્યો હોય છે, તેથી તેનો અગ્નિમાં બાળીને નાશ કરવો જોઈએ. પછી તે ચામડુ હોય કે કપડું પછી કાપડ વણેલુ અથવા ગુંથેલુ હોય અને ચામડુ તે કામે વપરાયેલુ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.

53“પરંતુ સાતમે દિવસે યાજક તેની તપાસ કરે ત્યારે ડાઘ ફેલાયેલો ન જણાય.

54યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માંટે આજ્ઞા કરવી જોઈએ. અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.

55પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.

Leviticus 13 illustration - Leviticus Chapter 13

56“પણ યાજકને લાગે કે ધોયા પછી ડાઘ ઝાખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણાવાણામાંથી ફાડી નાખવી.

57છતાં જો વસ્ત્રમાં તાણાવાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માંનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.

58જો વસ્ત્ર, કે તાણાવાણો કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.”

59ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણાવાણામાંના વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂંગનો ડાઘ પડયો હોય તો તેને માંટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને કયારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.

Chapter Complete

You have read Leviticus 13

59 verses