1હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના દંડાનો માર અનુભવ્યો છે.
2હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.
3ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.
4તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.
5દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!

6મરી ગયેલા માણસની જેમ. તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.
7હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે. અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.
8જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
9તેણે ઘડેલા પથ્થરોથી મારા માગોર્ને બંધ કર્યા છે અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.
10તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે, સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.

11મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે. તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે.
12તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે અને તેને મારી સામે તાક્યું છે.
13તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.
14હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.
15તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે. તેણે મને કટુઝેરથી ભરી દીધો છે.

16વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે, તેણે મને રાખમાં રગદોળી દીધો છે.
17મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે, સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું.
18હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે.
19યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.

21એ હું મનમાં લાવું છું અને તેથી જ હું આશા રાખું છું.
22યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે, માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.
25જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે. તેમના માટે યહોવા સારો છે.

26ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે.
27હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે.
28જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે, તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.
29ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે, ત્યાં હજી પણ કદાચ આશા હશે.
30જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે; અને બધા અપમાન વેઠી લો.

31યહોવા આપણને કદી પણ નકારશે નહિ.
32કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે; છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.
33તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી, અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.
34જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા કચડી નાંખવામાં આવે છે ત્યારે,
35જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે, ‘પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે’.

36જ્યારે પણ ન્યાય થતો નથી, યહોવાને તે મંજૂર નથી.
37યહોવાની આજ્ઞા વિના કોનું ધાર્યું થાય છે?
38પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.
39પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ?
40આપણી રીતભાત તપાસીએ અને કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.

41આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.
42અમે બળવો કરીને અપરાધ કર્યો છે; અને તમે અમને માફ કર્યા નથી.
43રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.
44તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો; જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.
45તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.

46અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
47અમે ભયભીત થયા છીએ, જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે. અમે એકલા છીએ અને ભાંગી પડ્યા છીએ.
48મારા લોકોનો વિનાશ જોઇને મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.
49યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.
50નિરંતર મારી આંખમાંથી આંસુઓ વહે છે.

51મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા જોઇને મારી આંખો સૂજી ગઇ છે.
52તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે.
53તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.
54મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”
55હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો.

56હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.
57તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા, અને કહ્યું પણ ખરુ કે,”ડરીશ નહિ.”
58હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે અને મારું જીવન બચાવ્યું છે.
59હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.
60મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ, અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.

61હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.
62મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે. તમે તેમના કાવાદાવા જાણો છો.
63પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય, હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.
64હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.
65તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેમના પર શાપ વરસાવજો.

66ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા! તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.
You have read Lamentations 3
66 verses