Lumina
Judges

Abimelech's Kingship

Judges 9·Gujarati Bible

1એક દિવસ યરૂબ્બઆલનો પુત્ર અબીમેલેખ શખેમમાં તેના માંમાંઓના ઘેર ગયો હતો અને તેમને અને તેની માંતાના કુટુંબના બધા સભ્યોને તેણે કહ્યું,

2“તમે શખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે, ‘તમાંરે માંટે શું સારું છે? તમાંરા ઉપર 70 જણ-યરૂબ્બઆલના સિત્તેર પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે? તેમ એ પણ યાદ રાખજો કે, હું અને તમે એક જ લોહીમાંસ અને હાડકાંના બનેલા છીએ.”

3તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.”

4આથી તેઓએ બઆલવરીથના મંદિરમાંથી 70 ચાંદીના સિક્કા કાઢી લીધા અને એ સિક્કા વડે અબીમેલેખ તોફાની અને નકામાં લોકોને રોકયા, જેઓ તેને અનુસરતા હતાં અને તે જે કહે તે મુજબ કરતાં હતાં.

5તેઓને લઈને તે પોતાના પિતાના ઘેર આફ્રાહ ગયો અને ત્યાં એક જ પથ્થર ઉપર તેણે પોતાના 70 ભાઈઓને યરૂબ્બઆલના પુત્રોને રહેસી નાખ્યા. ફકત સૌથી નાનો પુત્ર યોથામ છુપાઈ ગયો તેથી તે ભાગી ગયો.

Judges 9 illustration - Judges Chapter 9

6ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો.

7જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો;“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!

8“એક દિવસ બદા વૃક્ષો રાજા પસંદ કરવા ગયાં. તેમણે જૈતૂનના વૃક્ષને કહ્યું, “તું અમાંરો રાજા થા.”

9“પણ જૈતૂનના વૃક્ષે કહ્યું, “શું હું માંરું તેલ, જે દેવો અને માંનવોને સન્માંનવા માંટે વપરાય છે, તે છોડીને વૃક્ષો પર રાજ્ય કરવા આવું?”

10“પછી વૃક્ષોએ અંજીરના વૃક્ષને કહ્યું, “તું અમાંરા ઉપર રાજ્ય કર.”

Judges 9 illustration - Judges Chapter 9

11“પરંતુ અંજીરના વૃક્ષે કહ્યું, “શું હું માંરાં ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું?”

12“પછી વૃક્ષોએ દ્રાક્ષના વેલાને કહ્યું, “તો તું આવ અને અમાંરો રાજા થા.”

13“પણ તેમણે જવાબ આપ્યો, “વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?”

14“ત્યારે બધાં વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું, “તો તું આવ અને અમાંરા પર રાજ કર.”

15“એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’

Judges 9 illustration - Judges Chapter 9

16“પછી યોથામ આગળ બોલ્યો, હવે તમે અબીમેલેખને સાચા મનથી પ્રમાંણિકપણે રાજા બનાવ્યો છે? તથા ગિદિયોન અને તેના પરિવાર પ્રત્યે યોગ્ય વર્તાવ કર્યો છે? તમે માંરા પિતાને એણે કરેલાં કાર્યોનો યોગ્ય બદલો આપ્યો છે? તેની ખાતરી કરી લો.

17માંરા પિતાએ તો તમાંરે માંટે પોતાને જીવ જોખમમાં મૂકીને; યુદ્ધ કરીને તમને મિદ્યાનીઓના હાથમાંથી મુક્તિ અપાવી છે;

18પરંતુ આજે તમે બધાએ માંરા પિતાની વિરુદ્ધ તમાંરા માંથા ઊંચક્યા છે અને તેમના 70 પુત્રોને એક જ પથ્થર પર માંરી નાખ્યા છે. અને હવે તેની દાસીના પુત્ર અબીમેલેખને, કારણકે તે તમાંરો ભાઈ છે. માંટે શખેમનો રાજા બનાવો છો.

19જો તમે યરૂબ્બઆલ અને તેના પરિવાર પ્રત્યે વફાદાર હો તો ભલે તમે અબીમેલેખને રાજા તરીકે મેળવીને ખુશ થાઓ અને તમને તેની પ્રજા તરીકે મેળવીને ભલે તે ખુશ થતો.

20નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”

Judges 9 illustration - Judges Chapter 9

21એ પછી યોથામ ત્યાંથી ભાગી જઈને ધેર ચાલ્યો ગયો, અને પોતાના ભાઈ અબીમેલેખથી બચવા માંટે ત્યાં રહ્યો.

22અબીમેલેખ ઈસ્રાએલ ઉપર ત્રણ વર્ષ રાજ્ય કર્યુ.

23ત્યાર પછી અબીમેલેખ અને શખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું. તેથી શખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો.

24આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે.

25શખેમના લોકોએ અબીમેલેખની ચોકી કરવા પર્વતો પર ગુપ્તચરો, અબીમેલેખ ઉપર હુમલો કરવા તેમજ તેને લૂંટી લેવા માંટે ગોઠવ્યા; તેઓ તે રસ્તે જતા બધા જ માંણસોને લૂંટવા લાગ્યા અને અબીમેલેખને એની ખબર પડી ગઈ.

Judges 9 illustration - Judges Chapter 9

26એ સમય દરમ્યાન એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સાથે શખેમમાં રહેવા આવ્યો. અને તેણે શખેમના લોકોનો વિશ્વાસ જીતી લીધો.

27તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી તેને તેઓએ કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઊજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં આ ઉજવણી કરી તેઓએ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા.

28ગાઆલ એબેદનો પુત્ર ઘાંટા પાડવા લાગ્યો, “અબીમેલેખ કોણ છે? શા માંટે આપણે શખેમના લોકો કોણ છીએ કે આપણે તેની ગુલામી કરવી જોઈએ? અબીમેલેખ યરૂબ્બઆલનો પુત્ર નથી! અને ઝબૂલ તેનો અફસર નથી? શખેમના પિતા હમોરના માંણસોની સેવા કરો! આપણે શા માંટે અબીમેલેખને અનુસરવું જોઈએ?

29તમે એક વખત મને રાજા બનાવો; પછી જુઓ, હું તેને પાઠ ભણાવીશ હુ તેને કહીશ, ‘તારું સૈન્ય લઈને યુદ્ધ કરવા માંરી સામે પડ.

30નગરપતિ ઝબૂલે જયારે એબેદના પુત્ર ગાઆલે જે કહ્યું હતું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો.

Judges 9 illustration - Judges Chapter 9

31ગુપ્તરીતે તેણે અબીમેલેખ પાસે સંદેશવાહક એમ કહેવા માંટે મોકલ્યા કે, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમ રહેવા આવ્યા છે અને તેઓ નગરના લોકોને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

32માંટે તું અને તારા માંણસો રાત્રે અહીં આવો અને ખેતરોમાં સંતાઈ જાઓ.”

33સવારે સૂર્યોદય થતાં જ નગર ઉપર હુમલો કરો અને ગાઆલ અને તેના માંણસો તમાંરો સામનો કરવા બહાર આવે ત્યારે તારી ઇચ્છા મુજબ તેઓને શિક્ષા કરજે.”

34આથી અબીમેલેખ અને તેના માંણસો રાતોરાત ઊપડ્યા અને ચાર ટુકડીઓમાં શખેમ ઉપર હુમલો કરવા સંતાઈને બેઠા.

35બીજે દિવસે એબેદનો પુત્ર ગાઆલ બહાર આવીને શહેરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો અને એ જ સમયે અબીમેલેખ અને તેના માંણસો તેમના છુપાવાના સ્થળોએથી બહાર આવ્યા, અને નગર પર હુમલો કર્યો.

Judges 9 illustration - Judges Chapter 9

36ગાઆલે તે લોકોને જોયા અને ઝબૂલને કહ્યં, “જો, ડુંગરોની ટોચ ઉપરથી માંણસો ઊતરે છે!”પણ ઝબૂલે કહ્યું, “ના, એ તો ડુંગરના પડછાયા તમને માંણસ જેવા લાગે છે.”

37ફરીથી ગાઆલે કહ્યું, “ના, ત્યાં જો. હું પૂરેપૂરી ખાતરીથી કહું છું કે લોકો ટેકરીઓ પરથી નીચે ઊતરી આવે છે અને બીજી ટૂકડી જાદુગરનાં વૃક્ષપાસેથી આવી રહી છે.”

38ત્યારે ઝબૂલે તેને કહ્યું, “હવે તારી બડાઈ કયાં ગઈ? તમે તો કહેતા હતાં કે, “એ અબીમેલેખ વળી કોણ છે? આપણે તેના ગુલામ થઈએ? તમે જેની મશ્કરી કરતા હતાં એ જ આ લોકો છે ને?’ તો પછી પડો મેદાને અને કરો યુદ્ધ.”

39ગાઆલ શખેમના માંણસો સાથે બહાર પડયો અને અબીમેલેખ સામે લડયો.

40પણ અબીમેલેખ તેનો પીછો પકડતા તે ત્યાંથી ભાગી ગયો. શહેરના દરવાજા પાસે શખેમના ઘણા માંણસો ખરાબ રીતે ઘાયલ થઈને આજુબાજુ પડયા હતાં.

Judges 9 illustration - Judges Chapter 9

41આ સમયે અબીમેલેખ અરૂમાંહમાં રહેતો હતો. ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ.

42બીજે દિવસે શખેમના લોકો ખેતરોમાં બહાર આવ્યા. અને અબીમેલેખને આ બાબતની જાણ થઈ.

43તેથી તેણે પોતાના માંણસોની ત્રણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહ્યો. જ્યારે તેણે નગરમાંથી લોકોને બહાર આવતા જોયા ત્યારે આ સંતાઈ રહેલા માંણસો બહાર આવ્યા અને તેમના ઉપર હુમલો કરીને તેમને બધાને માંરી નાખ્યા.

44અબીમેલેખ અને તેની ટૂકડી આગળ વધીને શહેરના દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ગોઠવાઈ ગઈ અને બીજી બે ટૂકડીઓએ જેઓ સીમમાં હતાં તેમના ઉપર તૂટી પડી અને તેમને પૂરા કર્યા,

45આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.

Judges 9 illustration - Judges Chapter 9

46જયારે શખેમના કિલ્લાના આગેવાનોએ આ વાત જાણી ત્યારે તેઓ બધા એલબરીથ દેવના મંદિરના ભોંયરામાં ભેગા થયા.

47અબીમેલેખને ખબર પડી કે શખેમના કિલ્લાના સર્વ લોકો મંદિરના ભોયરામાં છે.

48ત્યારે તે પોતાના સૈનિકો સાથે સાલ્મોન પર્વત પર ગયા, તેણે કુહાડી લઈને ઝાડની એક ડાળી કાપીને પોતાના ખભા પર મૂકી અને પોતાના સૈનિકોને કહ્યું, “મેં શું કર્યું એ તમે જોયું છે. તમે પણ ઝટપટ એ પ્રમાંણે કરો.”

49આથી પ્રત્યેક માંણસે એક એક ડાળી કાપીને લીધી, પછી તેમણે અબીમેલેખની પાછળ પાછળ જઈને ભોંયરામાં તેનો મોટો ઢગલો કર્યો અને તેને આગ ચાંપી, તેથી શખેમ ગઢના ભોયરાંમાં રહેલા લોકોમાંથી આશરે 1,000 સ્ત્રી-પુરુષો મૃત્યુ પામ્યાં.

50ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું.

Judges 9 illustration - Judges Chapter 9

51નગરીની વચ્ચોવચ્ચ એક મજબૂત કિલ્લો હતો અને તેમાં શહેરનાં બધાં સ્ત્રી-પુરુષોએ આશરો લીધો, તેમણે અંદર જઈ બારણાને ભોગળવાસી દીધી અને બધાં ધાબા ઉપર ચઢી ગયાં.

52અબીમેલેખ કિલ્લા આગળ પહોંચી જઈને તેના ઉપર હુમલો કર્યો. ને કિલ્લાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો.

53ત્યારે ધાબા પરથી એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માંથા પર ફેકયું, અને તેની ખોપરી છુંદી નાખી.

54તેણે તરત જ પોતાના બખ્તર ઉપાડનાર નોકરને બૂમ માંરી અને કહ્યું, “મને તરવારથી માંરી નાખ જેથી એક સ્ત્રીએ અબીમેલેખને માંરી નાખ્યો છે એવું કોઈ કહે નહિ.” તે યુવાને તેને તરવાર ભોકી દીધી અને તે મૃત્યુ પામ્યો.

55જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

Judges 9 illustration - Judges Chapter 9

56અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી.

57અને શખેમના લોકોને પણ તેમના ગુનાની સજા કરી, આમ ગિદિયોનના પુત્ર યોથામનો શાપ સાચો ઠર્યો.

Chapter Complete

You have read Judges 9

57 verses