Lumina
Judges

The Song of Deborah

Judges 5·Gujarati Bible

1તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું.

2“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.

3ઓ રાજાઓ, સાંભળો, હું યહોવાના ગીતો ગાઉં છું, હું ઈસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ ગાઉ છું.

4હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.

5સિનાઈના દેવ, યહોવાની સામે, ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.

Judges 5 illustration - Judges Chapter 5

6આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ, અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.

7ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં. ત્યાં ફકત મોટા નગરો હતાં.

8ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા, પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું. ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં, પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!

9હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી સૈનિકોને સોપી દઈશ, યહોવાની સ્તુતિ કરો!

10અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,

Judges 5 illustration - Judges Chapter 5

11ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.

12યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા. દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ, અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા, અને દુશ્મનોને પકડી લે.

13પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા. યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા.

14એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા.” માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.

15ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં: ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં, તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા. પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા.

Judges 5 illustration - Judges Chapter 5

16કેમ તમે ઢોરની કોંઢમાં બેસી રહ્યાં હતાં? ઘેટાંના ટોળા માંટે વગાડવામાં આવતું સંગીત સાંભળતા રૂબેનના સૈનિકો લાંબા વખત સુધી ચર્ચા કરતા હતાં.

17યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના લોકો ઘરમાં જ રહ્યાં, દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં? આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં, અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં.

18પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.

19રાજાઓ આવ્યા અને તાઅનાખમાં આવેલી મગિદોના નદીની નજીક યુદ્ધ શરું થયું. કનાનના રાજાઓ યુદ્ધ ચડયા, પણ તેઓને લૂંટ તરીકે ચાંદી ન મળી, જેના માંટે તેઓ લડયા હતાં.

20આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.

Judges 5 illustration - Judges Chapter 5

21પ્રાચીન કીશોન નદીના ધસમસતા પૂર તેમને તાણી ગયા, ઓ માંરા આત્માં, મજબૂત બન અને આગળ ધસ.

22જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા.

23યહોવાનો દૂત કહે છે, “મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.” તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા.

24હેબેર કેનીની પત્ની યાએલ બધી સ્ત્રીઓથી વધારે આશીર્વાદિત થશે, તંબુઓમાં રહેનારી સ્ત્રીઓમાં એ સૌથી વધુ ભાગ્યશાળી છે.

25સીસરાએ જ્યારે પાણી માંગ્યું તો એણે તેને કિંમતી દૂધ આપ્યું શ્રેષ્ઠ વાટકામાં.

Judges 5 illustration - Judges Chapter 5

26તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો.

27તે યોએલના ચરણોમાં ઢળી પડયો અને જયાં પડયો ત્યાં જ મરી ગયો.

28સીસરાની માં બારીમાંથી જોવા માંટે ડોકું કાઢે છે, અને મોટેથી ચીસ પાડે છે, “હજી તેનો રથ આવતો કેમ નથી? હજી તેના ઘોડા પાછા કેમ ફરતા નથી?”

29તેથી તેણીની સખીઓમાંની સૌથી શાણીએ જવાબ આપ્યો. ચોક્કસ તે પોતાની જાતને કહી રહી હતી.

30“તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!”

Judges 5 illustration - Judges Chapter 5

31આમ, ઓ યહોવા, તમાંરા સર્વ શત્રુઓ નાશ પામો, પરંતુ તારા ભકતો ઊગતા પ્રખર સૂર્યની જેમ ઝળહળી ઊઠો, ત્યારબાદ 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.

Chapter Complete

You have read Judges 5

31 verses