Lumina
Judges

War Against Benjamin

Judges 20·Gujarati Bible

1ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.

2ઈસ્રાએલી લોકોની આ સભામાં ઈસ્રાએલના સર્વ કુળસમૂહોના વડા હતાં. 4,00,000 તરવાર સાથે હથિયારબંધ સૈનિકો હતાં.

3બિન્યામીનીઓને સમાંચાર મળ્યા હતાં કે ઈસ્રાએલી મિસ્પાહમાં ભેગા થયા છે. ઈસ્રાએલીઓએ પૂછયું, “આ અધમ કૃત્ય કેવી રીતે કરવામાં આવ્યું, તે અમને જણાવો.”

4લેવી માંણસ જેની ઉપપત્નીનું ખૂન થઈ ગયું હતું તેણે જવાબ આપ્યો, “હું અને માંરી ઉપપત્ની બિન્યામીનનાં ગિબયાહમાં રાતવાસો કરવા આવ્યાં.

5ગિબયાહના લોકો માંરી વિરુદ્ધ થઈ ગયા અને તેમણે હું જે ઘરમાં હતો તેને ઘેરી લીધું. મને તેઓ માંરી નાખવા ઈચ્છતા હતાં; માંરી ઉપપત્ની ઉપર તેમણે બળાત્કાર ગુજાર્યો અને તે મૃત્યુ પામી.

Judges 20 illustration - Judges Chapter 20

6તેથી મેં તેનું શબ કાપીને ટુકડા કર્યા અને એક એક ટુકડો ઈસ્રાએલનાં દરેક કુળસમૂહને મોકલી આપ્યો. કારણ તેઓએ ઈસ્રાએલમાં આ દુષ્ટ ગુનો કર્યો હતો.

7હવે હે ઈસ્રાએલ પુત્રો, તમે બધા એ બાબતની ચર્ચા કરો અને અત્યારે ને અત્યારે શું કરવું તે જણાવો.”

8બધા લોકો એકી સાથે સંમત થયા, તેઓ ઊભા થઈ ગયા અને બોલ્યા, “જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આપણે ન લાવીએ, અમાંરામાંનો કોઈ આપણા ઘરે હવે પાછો જશે નહિ,

9અમે ગિબયાહની વાતમાં આ પ્રમાંણે કરવા ઈચ્છીએ છીએ. અમે ચિઠ્ઠી નાખીને ગિબયાહ ઉપર હુમલો કરવા માંટે માંણસો પસંદ કરીશું.

10અમે ઈસ્રાએલના દરેક કુળસમૂહોમાંથી દર સો માંણસો લઈશું. દર હજાર માંણસોએ સો માંણસો લઈશું. અને દર દસહજાર માંણસોએ એક હજાર માંણસો લઈશું. તેઓ સૈન્યને માંટે ખોરાક પૂરો પાડશે. બાકીના બિન્યામીનના પ્રદેશમાં આવેલા ગિબયાહ સ્થળે જ્યાં તેઓએ ઈસ્રાએલમાં ખૂબજ ભયંકર કૃત્ય કર્યુ હતું તેની સજા કરવા જશે.”

Judges 20 illustration - Judges Chapter 20

11આમ, ઈસ્રાએલના તમાંમ લોકો તે નગર ઉપર હુમલો કરવાને એકમત થઈને એકઠા થયા.

12પછી ઈસ્રાએલના કુળસમૂહોએ તેના માંણસોને બિન્યામીનના કુળસમૂહ પાસે મોકલ્યા, જેઓએ તેમને કહ્યું, “જુઓ તમાંરા લોકોમાં આ ભયંકર કૃત્ય જે થયું છે!

13ગિબયાહ એ તમાંરામાંના દુષ્ટ માંણસો, જેઓએ આ કર્યુ છે તેઓને અમાંરા હાથમાં સોંપી દેવા જોઈએ એટલે અમે તેમને માંરી નાખીએ અને ઈસ્રાએલમાં કરેલા એ પાપને ભૂસી નાખીએ.”પરંતુ બિન્યામીન કુળસમૂહના લોકોએ પોતાના બીજા ઈસ્રાએલી ભાઈઓનું કહ્યું સાંભળ્યું નહિ.

14બિન્યામીનના કુળસમૂહમાં ત્યાં સર્વ નગરોમાંથી ઈસ્રાએલી સામે લડવા માંટે લોકો બહાર આવ્યા અને ગિબયાહમાં એકત્ર થયા.

15તે દિવસે બિન્યામીન કુળસમૂહે તરવાર સાથેના હથિયારબંધ 26,000 સૈનિકો ભેગા કર્યા હતા. આ સંખ્યામાં ગિબયાહના નગરમાંથી પસંદ કરેલા 700 માંણસોનો સમાંવેશ થતો હતો.

Judges 20 illustration - Judges Chapter 20

16આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલિમ આપવામાં આવી હતી. અને તેઓ નિશાન ચુક્યાવગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતાં.

17બિન્યામીન કુળસમૂહ સિવાયના ઈસ્રાએલીઓ જે ત્યાં ભેગા થયા હતાં, તેઓ યુદ્ધ માંટે તાલિમ અપાયેલા 4,00,000 સશસ્ત્ર સૈનિકો હતાં.

18યુદ્ધ શરૂ કરતાં પહેલાં ઈસ્રાએલી સૈન્ય દેવની સલાહ લેવાને બથેલમાં ગયું. તેમણે પૂછયું, “બિન્યામીન કુળસમૂહ ઉપર અમાંરામાંથી કોણ પહેલો હુમલો કરે?”યહોવાએ કહ્યું, “યહૂદા કુળસમૂહે પ્રથમ હુમલો કરવો.”

19તેથી ઈસ્રાએલીઓએ વહેલી સવારે કૂચ કરી અને ગિબયાહ પાસે છાવણી નાખી.

20ઈસ્રાએલના લોકો બિન્યામીન ઉપર હુમલો કરવા માંટે ગયા અને તેઓના લશ્કરને ગિબયાહ પર યુદ્ધ કરવા તૈયાર કર્યા.

Judges 20 illustration - Judges Chapter 20

21બિન્યામીન કુળસમૂહના સૈનિકો લડવા માંટે ગિબયાહમાંથી બહાર આવ્યા તે દિવસે તેઓએ 22,000 ઈસ્રાએલીઓને રણભૂમિ ઉપર માંરી નાખ્યા.

22પરંતુ ઈસ્રાએલી સૈન્યે હાર માંની નહિ, બીજે દિવસે તેઓ લડવા માંટે તૈયાર થયા અને જ્યાં પહેલે દિવસે તેઓ ભેગા થયા હતાં તે જ સ્થળે સાથે ભેગા થયા.

23(ઈસ્રાએલીઓએ સાંજ સુધી યહોવા સમક્ષ રૂદન કર્યુ અને તેમને પૂછયું, “શું અમાંરે અમાંરા ભાઈ બિન્યામીન વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી?”યહોવાએ કહ્યું, “યદ્ધે ચઢો.” તેથી ઈસ્રાએલીઓના લશ્કરમાં નવો ઉત્સાહ આવ્યો અને તેમણે આગલા દિવસની જ જગ્યાએ ફરી લશ્કર ગોઠવી દીધું.)

24પછી બીજે દિવસે તેઓ બિન્યામીનના કુળસમૂહ સામે લડ્યા.

25અને બિન્યામીનનું લશ્કર તેઓને યુદ્ધમાં મળવા માંટે ગિબયાહથી બહાર નીકળ્યું અને 18,000 ઈસ્રાએલી યોદ્ધાઓને બીજે દિવસે રણભૂમિમાં માંરી નાખ્યા, તેઓ બધા તરવારથી શસ્ત્ર સજજ હતાં.

Judges 20 illustration - Judges Chapter 20

26પછી બધા જ ઈસ્રાએલીઓ બેથેલ ગયા અને યહોવા સમક્ષ બેસીને વિલાપ કર્યો. અને સાંજ સુધી ઉપવાસ કર્યો. તેઓએ યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.

27ત્યાં ઈસ્રાએલીઓએ દેવને તેઓએ શું કરવું જોઈએ તે વિષે પૂછયું. તે દિવસોમાં દેવનો કરારકોશ ત્યાં હતો.

28એલઆઝારનો પુત્ર તથા હારુનનો પૌત્ર ફીનહાસ યાજક હતો. ઈસ્રાએલીઓએ યહોવાને પૂછયું, “અમાંરે ફરીથી જઈને અમાંરા ભાઈઓ સામે બિન્યામીનમાં લડાઈ કરવી કે અમાંરે તેઓ સામે લડવાનું બંધ કરવું?યહોવાએ જવાબ આપ્યો, “જાઓ, કાલે બિન્યામીનને હું તમાંરા હાથમાં સોંપી દઈશ.”

29ત્યાર પછી ઈસ્રાએલીઓએ ગિબયાહ નગરની આજુબાજુ નજીકના સ્થળોમાં સૈનિકોને છુપાવી રાખ્યા.

30પછી ત્રીજા દિવસે ઈસ્રાએલીઓ બિન્યામીનીઓની સામે આગળ વધ્યા અને પહેલાંની જેમ જ ગિબયાહ આગળ સૈન્ય ગોઠવી દીધું.

Judges 20 illustration - Judges Chapter 20

31બિન્યામીનનું સૈન્ય હુમલો કરવાને માંટે નગરમાંથી સામે આવ્યું. ઈસ્રાએલીઓએ પીછે હઠ કરી. બિન્યામીનના સૈન્ય તેઓને નગરથી ઘણે દૂર સુધી પીછો કર્યો.પહેલાની જેમ જ તેઓએ બેથેલ સુધી જતા માંર્ગોમાંના એક માંર્ગ પર અને ગિબયાહ તરફના જતા રસ્તા પર ઈસ્રાએલીઓને માંરી નાખવા લાગ્યા અને ખેતરોમાં કુળ મળીને આશરે ત્રીસ માંણસોને માંરી નાખ્યા.

32બિન્યામીનઓના માંણસોએ કહ્યું, “પહેલાંની જેમ આ લોકો અમાંરાથી યુદ્ધમાં હારી ગયા છે.”પરંતુ ઈસ્રાએલીઓએ કહ્યું, ચાલો આપણે ભાગી જઈએ અને તેઓને શહેરથી દૂર માંર્ગ ઉપર લઈ જઈએ.

33ત્યાર પછી ઈસ્રાએલીઓના મુખ્ય સૈન્યે પોતાનું સ્થાન છોડીને બઆલ તમાંરના યુદ્ધ માંટે તેઓ પોતે તૈયારી કરવા લાગ્યા. ત્યારે સંતાઈ રહેલા ઈસ્રાએલીઓ ગિબયાહ નજીક આવેલા પોતાના સ્થાનથી યુદ્ધ માંટે બહાર ઘસી આવ્યા.

34ઈસ્રાએલના 10,000 પસંદ કરાયેલા માંણસો ગિબયાહ નજીક તેઓના સંતાવાના સ્થાનેથી હુમલો કરવા બહાર આવ્યા તે છતા બિન્યામીન સૈન્યને સમજાયું નહિ કે ઈસ્રાએલ સૈન્યથી તેઓ પર ભયનો આભાસ છે.

35યહોવાએ બિન્યામીની કુળસમૂહને ઈસ્રાએલીઓને હાથે પરાજય અપાવ્યો અને તે દિવસે 25,100 બિન્યામીની યોદ્ધાઓ માંર્યા ગયા અને તે સર્વે તરવારથી શસ્ત્ર સજજ હતાં.

Judges 20 illustration - Judges Chapter 20

36બિન્યામીનીઓ સમજી ગયા કે પોતાની હાર થઈ છે.ઈસ્રાએલીઓ બિન્યામીની કુળસમૂહથી પાછા હઠી ગયા હતાં કારણકે ગિબયાહની આસપાસ સંતાડી રાખેલા માંણસો ઉપર તેમણે આધાર રાખ્યો હતો.

37સંતાઈ રહેલા સૈનિકો ગિબયાહ ઉપર ધસી ગયા અને નગરમાં પ્રવેશી તેમાંના દરેકની હત્યા કરી,

38ઈસ્રાએલી સૈન્ય અને સંતાયેલા માંણસો વચ્ચે એવો સંકેત નક્કી થયો હતો કે નગરમાંથી ધુમાંડાનો ગોટો આકાશમાં ચડાવવો.

39અને ધુમાંડો જોયા પછી ઈસ્રાએલીઓ ફરીથી લડવા પાછા ફર્યા. બિન્યામીનીઓના કુળસમૂહે શરૂઆતમાં માંણસોને માંરવા લાગ્યા. અને આશરે 30 ઈસ્રાએલીઓને માંરી નાખ્યા હતાં. તેઓ કહેતા હતાં, “પહેલાની જેમ તેઓ આપણાથી હારી જશે.”

40પરંતુ ત્યાં તો નગરમાંથી ધુમાંડો આકાશમાં ચડવા લાગ્યો. સંકેત પ્રમાંણે થયું. બિન્યામીનીઓએ પાછા વળીને જોયું તો આખું નગર ભડકે બળતું હતું.

Judges 20 illustration - Judges Chapter 20

41ઈસ્રાએલીઓ પાછા ફર્યા એટલે બિન્યામીનીઓ ગભરાઈ ગયા. કારણ, તેઓ સમજી ગયા કે પોતાનું આવી બન્યું છે.

42તેઓ રણ તરફ ભાગ્યા પણ ઈસ્રાએલીઓ તેઓની પાછળ પડયા; અને જે સૈનિકો છુપાઈ રહ્યાં હતાં તેઓ બહાર આવ્યા અને બિન્યામીન કુળસૂમહને માંરવા લાગ્યા, જે બંને સૈન્યની વચ્ચે હતું.

43ઈસ્રાએલીઓએ બિન્યામીન કુળસમૂહને ઘેરી લીધા. અને વિશ્રાંતિ લેવા થોભ્યા વગર તેમનો પીછો કર્યો અને ગિબયાહના પૂર્વ વિસ્તારમાં તેઓને પકડી પાડયા અને તેઓને માંરી નાખ્યા.

44અઢાર હજાર બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા.

45બાકીના સૈનિકો રણમાં રિમ્મોનના કિલ્લા તરફ ભાગી ગયા, ઈસ્રાએલીઓએ રસ્તે જતા 5,000 નો સંહાર કર્યો, અને બાકી રહેલાઓનો ગિદોમ સુધી પીછો કરી તેમાંના બીજા 2,000 માંરી નાખ્યા.

Judges 20 illustration - Judges Chapter 20

46તે દિવસે લગભગ 25,000 બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા હતા અને તેઓ સર્વ તરવારથી સજજ હતાં.

47ફકત 600 સૈનિકો રણ તરફ રિમ્મોનના કિલ્લા પર ગયા અને તેઓ ત્યાં ચાર મહિના રહ્યાં.

48ત્યાર પછી ઈસ્રાએલી સૈન્ય તેઓની પાછળ ગયું; બાકી રહેલા બિન્યામીનના કુળસમૂહ ઉપર હુમલો કર્યો અને નગરના સર્વ લોકો, પશુઓ પણ અને જે કોઈ તેઓને મળ્યું બધાને માંરી નાખ્યા. તેઓએ રસ્તામાં આવતા બધાં ગામોને પણ બાળી નાખ્યા.

Chapter Complete

You have read Judges 20

48 verses