1ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,
2“તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
3શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ, જે વાત સાચી છે તેને શું બદલે છે?
4જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે, તો તેણે તેમને તે માટે સજા કરી છે.
5જો તું ખંતથી દેવની શોધ કરશે અને એમની કરુણા યાચશે,

6અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો એ તને ઝડપથી મદદ કરવા આવશે અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે.
7પછી તારી પાસે પહેલા હતું તેના કરતા ઘણું વધારે હશે.
8તું પહેલાની પેઢીઓને પૂછી જો! જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?
9આપણે તો આજકાલના છીએ, અને કાંઇજ જાણતા નથી. અહીં પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું અલ્પ છે.
10તેઓ કદાચ તને શીખવી શકશે. કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે.

11શું કાદવ વિના કમળ ઊગે? જળ વિના બરુ ઊગે?
12ના, જો પાણી સૂકાઇ જાય તો તેઓ પણ સૂકાઇ જશે.
13લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે. જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ.
14તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી. તેની સુરક્ષા કરોળિયાના જાળ જેવી છે.
15જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી ને ટેકો લે તો તે તૂટી જાય તે કરોળીયાના જાળાનો આશ્રય લે છે પણ તે તેને ટેકો આપશે નહિ.

16તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે. તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.
17પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા તે જથ્થાબંદ પથ્થરોને ઢાંકી દે છે.
18પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ.
19આ તો તેના માર્ગનું સુખ છે, અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે!
20પરંતુ દેવ નિદોર્ષ લોકોને કદી અસમર્થ કરશે નહિ, અને અધમીર્ને કદી મદદ કરશે નહિ.

21તેઓ તારા ચહેરાને હાસ્યથી અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
22તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે અને દુષ્ટોના ઘરબાર નાશ પામશે.”
You have read Job 8
22 verses