Lumina
Job

Elihu Rebukes Job

Job 35·Gujarati Bible

1વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું;

2“અયૂબ, તું દેવને પૂછ, ‘જો કોઇ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો તેને શું ફાયદો થાય? જો મે પાપ ન કર્યા હોત તો મને વધારે ફાયદો થાત?’

3તું એમ માને છે કે, આમ કહેવું તે યોગ્ય છે? તું કહે છે; ‘દેવ કરતા હું વધારે સાચો સત્ય છું?”

4હું તને તથા તારા બધા મિત્રોને એક સાથે જવાબ આપીશ.

5ઊંચે આકાશમાં જો! જો વાદળાં તારા કરતાં કેટલાં ઊંચા છે!

Job 35 illustration - Job Chapter 35

6અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી. જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.

7અને અયૂબ, જો તું સારો હોય તો તે કોઇ રીતે દેવને સહાયરૂપ નથી. તારી પાસેથી દેવને કાંઇ મળવાનું નથી.

8અયૂબ, તુ જે કાંઇ સારું કે ખરાબ કાર્ય કરે છે તે તારી જેમ ફકત બીજાઓને અસર થાય છે. તેઓ દેવને મદદ કે હાનિ કરતા નથી.

9જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે. તેઓ શકિતશાળી લોકો પાસે જાય છે અને મદદ માંગે છે.

10પરંતુ તે દુષ્ટ લોકો, તેઓને મદદ કરવાનું દેવને કહેતા નથી. તેઓ કહેશે નહિ મારા સર્જનહાર દેવ ક્યાં છે? દેવ જેઓ ઉત્સાહ ભંગ છે, તેઓને મદદ કરે છે. તો તે ક્યાં છે?

Job 35 illustration - Job Chapter 35

11જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે!

12તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી, કારણકે એમનામાં અનિષ્ટનું અભિમાન હોય છે.

13એ સાચું છે, દેવ તેઓની નિરર્થક માંગણીઓ પર ધ્યાન આપશે નહિ. સર્વસમર્થ દેવ તેઓ તરફ જરા પણ ધ્યાન આપશે નહિ.

14તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી, ત્યારે દેવ તેને સાંભળશે નહિ. તુું કહે છે કે તું દેવને મળવાની તકની રાહ જુએ છે અને તારી નિદોર્ષતા સાબિત કરે છે.

15અયૂબ, વિચારે છે કે દેવ દુષ્ટ લોકોને સજા કરતા નથી. તે વિચારે છે કે દેવ પાપ જોતા નથી.

Job 35 illustration - Job Chapter 35

16તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે. અયૂબ જાણે તે મહત્વશીલ હોય તેમ વતેર્ છે. એ સહેલાઇથી જાણી જવાય છે કે અયૂબને તે શેના વિશે બોલે છે તેની તેને ખબર નથી.”

Chapter Complete

You have read Job 35

16 verses