Lumina
Job

Job's Reply

Job 26·Gujarati Bible

1પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

2“હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!

3હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી ! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!

4તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

5પૃથ્વી તળે તથા પાણીમાં તે મરેલાઓના આત્મા ભયથી ૂજે છે.

Job 26 illustration - Job Chapter 26

6દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

7દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

8એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.

9દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

10દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.

Job 26 illustration - Job Chapter 26

11જ્યારે દેવ તેઓને ડરાવે છે, આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.

12દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનોનાશ કર્યો છે.

13એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.

14આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”

Chapter Complete

You have read Job 26

14 verses