Lumina
Job

Job Longs for God

Job 23·Gujarati Bible

1ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,

2“આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે. કારણકે હું હજી પણ પીડા સહન કરું છું.

3હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત!

4હું મારી દલીલો દેવને સમજાવીશ. મારી નિદોર્ષતા બતાવવા મારું મોઢુંં દલીલોથી ભરેલું હશે.

5મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. મારે દેવના જવાબો સમજવા છે.

Job 23 illustration - Job Chapter 23

6શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે.

7હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે. પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે.

8પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.

9જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.

10પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું . એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.

Job 23 illustration - Job Chapter 23

11હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.

12તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.

13પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી. દેવ તેને જે કરવું હોય તેજ કરે છે.

14તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે. અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે.

15એજ કારણે હું તેમની હાજરીમાં જું છું. જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું.

Job 23 illustration - Job Chapter 23

16દેવે મારું મન નબળું પાડી દીધું છે. એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે.

17મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે. પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.”

Chapter Complete

You have read Job 23

17 verses