Lumina
Job

Job Replies

Job 16·Gujarati Bible

1ત્યારે અયૂબે પ્રત્યુતર આપ્યો,

2“આ બધું તો મેં પહેલાં સાંભળેલું છે. તમારો તો આશ્વાસન પણ ત્રાસદાયક છે.

3શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કર્યા કરો છો.

4જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત. મેં તમારી સામે ડાહી વાતો કરી અને માથું હલાવ્યું હોત.

5માત્ર મૌખિક રીતેજ હું તમને હિંમત આપી શક્યો હોત,માત્ર મારા હોઠ ફફડાવીને જ હું તમને આશ્વાસન આપી શક્યો હોત.

Job 16 illustration - Job Chapter 16

6જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?

7સાચેજ દેવ! તમે મારી શકિત લઇ લીધી છે, તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે.

8હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે! લોકો એને મારાં પાપોનું પરિણામ માને છે.

9દેવ મારા પર હુમલો કરે છે, તે મારી સાથે ઉદ્વિગ્ન છે અને મારા શરીરને કાપીને અલગ કરે છે. દેવ મારી સામે તેના દાંત પીસે છે. મારા દુશ્મનો મારી સામે ધિક્કારથી જુએ છે.

10લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે. તેઓ મારી મશ્કરી કરે છે અને મારા મોઢા પર તમાચો મારે છે.

Job 16 illustration - Job Chapter 16

11દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે; તેણે દુષ્ટ લોકોને મને ઇજા પહોંચાડવાની મંજૂરી આપી છે.

12હું સુખચેનમાં હતો, ત્યારે તેણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા. દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો.

13દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે. તેઓ મારુ હૃદય ફાડી નાખે છે. તે દયા દાખવતા નથી. તે મારુ પિત્ત જમીન પર ઢોળે છે.

14મારાં પર તે વારંવાર આક્રમણ કરે છે અને યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.

15હું ખૂબ ઊદાસ છું તેથી મે આ શોકના વસ્ત્રો પહેર્યા છે, હું અહી ધૂળ અને રાખ પર હાર માનીને બેઠો છું.

Job 16 illustration - Job Chapter 16

16હું કોઇ ઉપર ક્રૂર થયો ન હતો. મારી પ્રાર્થનાઓ પવિત્ર અને સાચી છે.

17રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે. મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે.

18હે પૃથ્વી ન્યાય માટે તલસતાં મારા લોહીને તું ઢાંકી દઇશ નહિ. મારી ફરિયાદ માટે પોકારતાં મારા અવાજને તું દાટી દઈશ નહિં.

19હજુ પણ આકાશમાં કોઇ છે જે મારી તરફેણમાં બોલે છે. ઉપર કોઇ છે જે મારી સાક્ષી પૂરશે.

20મારા મિત્રો મારી વિરૂદ્ધ બોલે છે જયારે હું દેવ આગળ આંસુ રેડું છું.

Job 16 illustration - Job Chapter 16

21જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે તેમ દેવ સામે મારા માટે બોલે છે.

22થોડાજ વષોર્ માં હું એ જગ્યાએ જઇશ જ્યાંથી હું પાછો ફરવાનો નથી.”

Chapter Complete

You have read Job 16

22 verses