Lumina
Jeremiah

A Message to Baruch

Jeremiah 45·Gujarati Bible

1યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યમિર્યાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા.

2ત્યારબાદ યમિર્યાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે:

3તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.”‘

4યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ.

5તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.”‘

Chapter Complete

You have read Jeremiah 45

5 verses