Lumina
Jeremiah

The Potter's House

Jeremiah 18·Gujarati Bible

1યહોવાનું જે વચન યમિર્યાની પાસે આવ્યું તે એ છે કે,

2“તું એકદમ કુંભારને ઘેર જા અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ.”

3પછી હું કુંભારને ઘેર ગયો. અને જોયું તો તે ચાક પર કામ કરતો હતો.

4પરંતુ તે જે વાસણ ઘડતો હતો તે તેની ઇચ્છા મુજબ તૈયાર થયું નહિ, તેથી તેણે તેને તોડીને ફરીથી માટીનો પિંડ પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બનાવ્યું અને બીજીવાર વાસણ બનાવવાની શરૂઆત કરી.

5પછી યહોવાની વાણી મને સંભળાઇ:

Jeremiah 18 illustration - Jeremiah Chapter 18

6“હે ઇસ્રાએલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો.

7કોઇ વાર હું કોઇ પ્રજાને કે રાજયને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે ખેદાનમેદાન કરી નાખવાની ધમકી આપું,

8અને તે પ્રજા જો દુષ્ટ માગેર્થી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું;

9અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું.

10પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.

Jeremiah 18 illustration - Jeremiah Chapter 18

11“હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માગેર્થી પાછો વળે, પોતાનાં આચરણ અને કમોર્ સુધારે.’

12પણ તેઓ કહે છે કે, ‘તારો સમય વેડફીશ નહિ. યહોવા કહે છે તે પ્રમાણે આચરણ કરવાનો અમારો કોઇ જ વિચાર નથી. અમે અમારી ઇચ્છા પ્રમાણે જ સર્વ પ્રકારના બંધનોથી મુકત અને સંપૂર્ણ હઠીલાઇથી તથા દુષ્ટતામાં જીવવાનું ચાલુ રાખીશું!”‘

13તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.

14લબાનોન પર્વતોની ટોચ પરનો બરફ કદી જ ઓગળી જતો નથી. હેમોર્ન પર્વતના ખડકોમાંથી વહેતાં ઠંડા પાણીના ઝરાઓ કદી સુકાઇ જતા નથી.

15પણ મારા લોકો મને ભૂલી ગયા છે. તેઓ નિરર્થક તુચ્છ મૂર્તિને ધૂપ ચઢાવે છે. તેઓએ તેમના પૂર્વજોના સારા માગોર્નો ત્યાગ કર્યો છે અને પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલ્યા છે.

Jeremiah 18 illustration - Jeremiah Chapter 18

16તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને આભા બની માથું ધુણાવશે.

17મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ. તેમની આફતને વખતે હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.”

18પછી લોકોએ કહ્યું, “આવો આપણે યમિર્યાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યમિર્યાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”

19યમિર્યાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ! મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ!

20ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.

Jeremiah 18 illustration - Jeremiah Chapter 18

21તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર. તેમને તરવારની ધારે મરવા દે. તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે. પુરુષોને રોગથી અને જવાનો લડાઇમાં તરવારથી માર્યા જાય.

22અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે, જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે, કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા રસ્તામાં તેઓએ છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે.

23પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો. તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકમોર્ ભૂલશો નહિ, તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો. તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.”

Chapter Complete

You have read Jeremiah 18

23 verses