Lumina
Jeremiah

The Linen Girdle

Jeremiah 13·Gujarati Bible

1યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.”

2આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો.

3યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું,

4“તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.”

5તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો.

Jeremiah 13 illustration - Jeremiah Chapter 13

6ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.”

7આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો.

8પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો,

9“આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ.

10તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.”

Jeremiah 13 illustration - Jeremiah Chapter 13

11યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીતિર્ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”

12“યમિર્યા, તું તે લોકોને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; દ્રાક્ષારસની દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ’ અને તેઓ જવાબ આપશે, ‘અલબત્ત અમે ઘણી સારી રીતે જાણીએ છીએ કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ.’

13પણ તું તેઓને કહે; ‘તમે મારા માટે ગેરસમજ કરો છો. મારું કહેવું આ છે, કે દેશના બધાં રહેવાસીઓને એટલે કે, દાઉદના રાજ્યાસન પર બેઠેલા રાજાને, યાજકોને, પ્રબોધકોને અને સર્વ સામાન્ય લોકોને હું છાકટાપણાથી ભરી દઇશ.”‘

14યહોવા કહે છે, “હું તેમને-વડીલોને તેમજ જુવાનોને, એકબીજાની સાથે અથડાવીશ. હું તેઓ પર દયા કે કરૂણા દર્શાવીશ નહિ, પણ હું તેમનો સંપૂર્ણ નાશ કરીશ.” આ યહોવાના વચન છે.

15યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો, સાંભળો, ધ્યાન આપો, ગર્વ છોડી દો!

Jeremiah 13 illustration - Jeremiah Chapter 13

16અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં તમારાં દેવ યહોવાને સન્માન આપો, અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો તેને ધૂંધળા પડછાયા અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે.

17શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો? તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે, કારણ કે યહોવાના લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.”

18યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે; નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે. હવે તે તમારા નથી રહ્યા.”

19દક્ષિણનાં શહેરો ઘેરાઇ ગયાં છે; કોઇ તે ઘેરાને વીંધીને ત્યાં પહોંચી શકે એમ નથી, આખા યહૂદિયાના લોકોને દેશવટો દેવામાં આવ્યો છે, કોઇ કહેતાં કોઇ બાકી રહ્યું નથી.

20હે યરૂશાલેમ, આંખો ઊંચી કરીને જો! ઉત્તરમાંથી પેલા દુશ્મનો આવી રહ્યા છે, જે લોકોને મેં તને સોંપ્યા હતા, જેને માટે તું ગૌરવ લેતી હતી, તે ક્યાં છે?

Jeremiah 13 illustration - Jeremiah Chapter 13

21તારા પડોશી દેશોને જેને તેઁ શીખવાડ્યું હતું અને જેમને તેં મિત્રો ગણ્યા હતાં તેમને તારા પર રાજકર્તાઓ તરીકે હું બેસાડીશ. ત્યારે તને કેવું લાગશે? સ્ત્રીને પ્રસૂતિની વેદના થાય તેવી વેદના અને કષ્ટ તું અનુભવશે.

22ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?” તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. અને તારો નાશ કર્યો છે.

23હબસી કદી પોતાની ચામડી બદલી શકે? અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે? તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી તું સત્કર્મ કરી શકે.

24“અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે તેમ તમને હું વિખેરી નાખીશ.

25તારા ભાગ્યમાં એ જ છે, એ જ મેં તારે માટે નીમ્યું છે, આ હું યહોવા બોલું છું. “કારણ તું મને ભૂલી ગઇ છે, અને તેઁ ખોટા દેવોમાં વિશ્વાસ મૂક્યો છે.

Jeremiah 13 illustration - Jeremiah Chapter 13

26હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ.

27તારા વ્યભિચાર, તારી કામવેગના હિસોટા, તારા જારકમોર્, ડુંગરો પરનાં અને ખેતરોમાંના તારાં એ અધમ કૃત્યો મેં જોયાં છે. હે યરૂશાલેમ, તારું આવી જ બન્યું છે! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી આમને આમ ચલાવ્યા કરીશ? તમારી મૂર્તિઓની પૂજાથી હું વાકેફ છું.”

Chapter Complete

You have read Jeremiah 13

27 verses