Lumina
Isaiah

Come to the Waters

Isaiah 55·Gujarati Bible

1યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે? તમારી પાસે પૈસા ન હોય તો પણ આવો અને પીઓ! આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ, અને દૂધ અને દ્રાક્ષારસ વિના મૂલ્યે લઇ જાઓ.

2જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખચોર્ છો? જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મજૂરી શા માટે ખચીર્ નાખો છો? મારું કહ્યું ધ્યાનથી સાંભળો, અને ઉત્તમ ખોરાક ખાવ.

3“મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો. મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ.

4મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો. તેને મેં પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો.”

5તેમે પણ અજાણી પ્રજાઓ પર અધિકાર ચલાવશો. અને તે પ્રજાઓ તમારી પાસે દોડી આવશે. કારણ કે ઇસ્રાએલના પરમ પવિત્ર યહોવાએ તમારું સન્માન કર્યું છે.”

Isaiah 55 illustration - Isaiah Chapter 55

6યહોવા મળે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને બોલાવો.

7દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે; અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે; તેઓ યહોવા પાસે પાછા ફરે; તે તેમના પર દયા કરશે; આપણા દેવને ચરણે પાછા વળો; તે પૂરી માફી આપશે.

8યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.

9કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ મારા માગોર્ તમારા માગોર્થી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”

10“જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે, અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી; તેથી જ ધરતી ફૂલેફાલે છે અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.

Isaiah 55 illustration - Isaiah Chapter 55

11તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે અને હંમેશ ફળ આપે છે. મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”

12“તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.

13એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા, ત્યાં દેવદાર અને મેંદી ઊગી નીકળશે. આ પરાક્રમને કારણે યહોવાના નામનો મહિમા અમર થશે. તે શાશ્વત સ્મારકરૂપ પરાક્રમ અને ક્યારેય ન ભૂંસાય તેવી નિશાની થશે.”

Chapter Complete

You have read Isaiah 55

13 verses