Lumina
Isaiah

Assyria the Rod of God's Anger

Isaiah 10·Gujarati Bible

1જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અન્યાયી ચુકાદાઓ લખે છે;

2અને આ રીતે ગરીબોને ન્યાય મળતો અટકાવો છો અને દલિતોના હક છીનવી લો છો. અને વિધવાઓની અને અનાથોની યાતનાઓમાંથી તમે લાભ મેળવો છો.

3તમે ન્યાય ને દિવસે, જ્યારે દૂર દેશથી તમારા પર વિનાશ ઊતરશે ત્યારે તમે શું કરશો? કોની પાસે મદદ માટે દોડશો? તમારી માલમિલ્કત ક્યાં મૂકી જશો?

4યુદ્ધમાં કપાઇને પડ્યા વગર કે કેદ પકડાઇ નીચી મૂંડીએ ઘસડાયા વિના તમારો છૂટકો જ નથી. તમારા કમોર્ને લીધે યહોવાનો રોષ નહિ ઉતરે. તેનો હાથ હજી ઉગામેલો જ રહેશે.

5પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે!

Isaiah 10 illustration - Isaiah Chapter 10

6હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું.

7“તેનો પોતાનો વિચાર તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે, અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે.

8તે કહે છે, ‘મારા સેનાપતિઓ બધાં રાજા નથી?

9કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે.

10મારો હાથ જ્યાં યરૂશાલેમ અને સમરૂન કરતાં જેઓની કોતરેલી મૂર્તિઓ હતી એવાં રાજ્યોમાં પહોંચી ગયો છે.

Isaiah 10 illustration - Isaiah Chapter 10

11તો જે રીતે સમરૂન અને ત્યાંના દેવોના જેવા હાલહવાલ કર્યા છે, તેવા હાલહવાલ શું હું યરૂશાલેમનાં અને ત્યાંની મૂર્તિઓના નહિ કરું?”‘

12પણ સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં પોતાનું કામ પતાવ્યા પછી યહોવા આશ્શૂરના રાજાને તેની ઉદ્ધત બડાશો માટે અને તેના તુમાખીભર્યા અભિમાન માટે સજા કરશે.

13આશ્શૂરનો રાજા કહે છે, “મારા પોતાના બાહુબળથી અને ડહાપણથી મેં આ કર્યુ છે; હું કેટલો ચતુર છું? રાષ્ટોની સરહદોને મેં હઠાવી દીધી છે. તેમના ભંડારો લૂંટયા છે, અને આખલાની જેમ તેમના રાજાઓને પગ નીચે કચડ્યા છે.

14રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી’ કર્યુ.”

15શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે!

Isaiah 10 illustration - Isaiah Chapter 10

16તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.

17ઇસ્રાએલના દીવારૂપ પવિત્ર દેવ જ અગ્નિની પ્રચંડ જવાળા બની જશે. અને તે એક દિવસમાં પેલા કાંટાઝાંખરાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.

18તેના વન ઉપવનના વૈભવને, કોઇ માંદા માણસને તેનો રોગ સમાપ્ત કરી નાખે તેમ સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખશે.

19તેના વનમાં બાકી રહેલા ઝાડ એટલાં ઓછાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.

20તે સમયે ઇસ્રાએલના બચવા પામેલા માણસો પોતાને ઘા કરનાર દેશ ઉપર આધાર રાખવાનું છોડી દઇ સાચેસાચ ઇસ્રાએલના પવિત્ર દેવ પર આધાર રાખતા થશે;

Isaiah 10 illustration - Isaiah Chapter 10

21બાકી રહેલા યાકૂબના વંશજો મહાબળવાન દેવ પાસે પાછા આવશે.

22ઇસ્રાએલીઓ સાગરની રેતી જેટલા હશે, તોયે તેમાંથી ફકત થોડા બાકી રહેલા માણસો જ પાછા આવશે, એમનો વિનાશ નિર્માઈ ચૂક્યો છે, અને પ્રતિશોધ તો પૂરની જેમ આવી રહ્યો છે.

23સૈન્યોના પ્રભુ યહોવાએ, પોતે જાહેર કર્યું હતું તે મુજબ સમગ્ર ભૂમિનો વિનાશ કરવા કૃત નિશ્ચય છે.

24તેથી મારા માલિક સૈન્યોના દેવ યહોવા આ મુજબ કહે છે, “હે સિયોનમાં વસવાટ કરતા મારા લોકો, આશ્શૂરના લોકો મિસરના લોકોની જેમ લાઠીથી તમને મારે અને દંડા ઉગામે તોયે તમે તેમનાથી બીશો નહિ.

25કારણ કે થોડા જ સમયમાં મારો ક્રોધ તેમનો વિનાશ કરશે.”

Isaiah 10 illustration - Isaiah Chapter 10

26હું, સૈન્યોનો દેવ યહોવા, મેં, જેમ ઓરેબના ખડક પાસે મિદ્યાનના લોકોને માર્યા હતા તેમ આશ્શૂરના લોકોને ફટકારીશ. અને હું તેમની સામે દંડ ઉગામીશ જેમ મેં સમુદ્ર પર આવેલા મિસર પર કર્યુ હતું તેમ.

27તે દિવસે આશ્શૂરનો બોજો તમારા ખભા પરથી ઊતરી જશે અને તેની ઝૂંસરી તમારી ડોક પરથી ફગાવી દેવામાં આવશે.

28તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

29તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થથરે છે, શાઉલનું ગિબયાહ નાસાનાસ કરે છે;

30હે બાથ ગાલ્લીમ, હાંક માર; હે લાઇશાહ, કાળજી પૂર્વક સાંભળ, હે અનાથોથ, તેને જવાબ દે.

Isaiah 10 illustration - Isaiah Chapter 10

31માદમેનાહના લોકો નાસભાગ કરે છે, ગેબીમના લોકો જીવ બચાવવા ભાગે છે.

32હુમલાખોરો આજે જ નોબમાં મુકામ કરશે. અને સિયોનના પર્વત ભણી, યરૂશાલેમ ભણી તે મુઠ્ઠી ઉગામશે.

33પરંતુ અમારા માલિક સૈન્યોનો પ્રભુ યહોવા, ફટકા સાથે કોઇ વૃક્ષની ડાળીઓની જેમ તેમને કાપી નાખશે; તે ઊંચા, મજબૂત ઝાડોને કાપી નાખશે અને તેને જમીન પર ફેંકી દેશે;

34કુહાડીથી કપાતાં જંગલના ઝાડોની જેમ તે તેમને કાપી નાખશે અને લબાનોનનાં ભવ્યમાં ભવ્ય વૃક્ષો પણ ધરાશાયી થઇ જશે.

Chapter Complete

You have read Isaiah 10

34 verses